Abtak Media Google News

પહેલા હૃદયને લગતા ઓપરેશનોમાં છાતી ખોલવીં પડતી હતી પરંતુ આધુનિક મીનિમલ કાર્ડિયાક સર્જરીમાં માત્ર ૩ થી ૪ સેમીનો ચેકો મુકીને વિવિધ પ્રકારના રોગોના ઓપરેશનો કરી શકાય છે

એડવાન્સ ટેકનોલોજીની આ કાર્ડિયાક સર્જરી હવે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ

હાલની ભાગદોડવાળી લાઈફમાં લોકોને પોતાના માટે સમય મળતો નથી. અત્યારનાં સમયમાં લોકોએ કોમ્પીટીશન તેમજ આગળ વધવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. જેનાથી હાલ યંગસ્ટર્સમા સ્ટ્રેસનું પ્રમાણ પણ ખુબ જ વઘ્યું છે અને તેના જ લીધે વિવિધ બિમારીઓનું પ્રમાણ વધતું જાય છે. માનવ શરીરના અંગોમાં હૃદય ખુબ જ અગત્યનું નાજુક અંગ છે. આ પ્રકારની લાઈફ સ્ટાઈલથી હૃદયરોગને લગતી બિમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હાલમાં નાની વયના લોકોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વઘ્યું છે. આ પ્રકારના રોગથી બચવા તેમજ તેમાં ઈલાજ માટે મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિવિધ પ્રકારની ટેકનોલોજી મહત્વનો ભાગ ભજવી રહી છે. આ તકે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં હવેથી કી-હોલ કાર્ડિયાક સર્જરી એટલે કે મીનીમલ ઈન્વેસીવ કાર્ડિયાક સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટના કાર્ડિયો થોરાસીક એન્ડ વાસ્કયુલર સર્જન ડો.જયદિપ રામાણી, વોકહાર્ટ હોસ્પિટલ નાગપુરના ડો.સમીત પાઠક તથા વોકહાર્ટ હોસ્પિટલ નોબોના ડો.મનીષ હિંદુજાએ ખાસ વાતચીત કરી હતી.

પ્રશ્ર્ન: હૃદયને લઈ કઈ કઈ પ્રકારની બિમારીઓ થવાની સંભાવના રહે છે ?

જવાબ:- આજની ભાગદોડવાળી લાઈફ સ્ટાઈલમાં સ્ટ્રેસ ખુબ જ મહત્વનો રોલ ભજવી રહ્યું છે. આ સ્ટ્રેસ સ્કુલે જતાં બાળકોથી માંડીને યંગસ્ટર્સ અને નોકરી તેમજ બિઝનેસ કરતાં લોકોમાં જોવા મળે છે. તેના લીધે કોરોનરી આર્ટરી ડિસીઝ થવાની સંભાવના રહે છે. જેમાં હાર્ટ સાથે સંકળાયેલી નળીઓમાં બ્લોકેજ થાય છે અને હાર્ટ એટેકનું જોખમ પણ રહે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ભારતએ કોરોનરી આર્ટરી ડિસિઝનું કેપિટલ હશે.

પ્રશ્ર્ન: હાર્ટની સારવાર માટે કઈ-કઈ નવી ટેકનોલોજી આવેલી છે ?

જવાબ:- છેલ્લા ૧૦ વર્ષમાં હૃદયરોગમાં ખુબ જ વધારો થયો છે તેમ ટેકનોલોજી પણ ઘણી એડવાન્સ બની છે. આમાં બે વસ્તુ છે જેમાં એક તો કાર્ડિયોલોજી પોર્શમ અને બીજુ કાર્ડિયાક સર્જરી પોર્શન. આ બંને બધી જ ટેકનિકમાં ઘણો-બધો સુધારો થયો છે. કાર્ડિયાક સર્જરીની વાત કરીએ તો તેમાં પહેલા કન્વેન્શનલ સર્જરી હતી એટલે કે તેમાં છાતી ખોલીને કોઈપણ ઓપરેશન કરવું પડે. જેમાં વાલ્વ બદલવો પડે, વાલ્વ રીપેર, હાર્ટમાં કોઈ કાણું હોય તે બંધ કરવાનું હોય. તેમાં હૃદયની નળીઓને બાયપાસ પણ કરવું પડે. અત્યારે છેલ્લા વર્ષોમાં ટેકનોલોજી એટલી ઈમ્પ્રુવ થઈ ગઈ છે કે હવે છાતી ખોલવાની જરૂર નથી પડતી. માત્ર છાતીની બંને બાજુના કોઈપણ એક ભાગમાંથી ૩ થી ૪ સેન્ટિમીટરના ભાગમાં ચેકો પાડીને ઓપરેશન કરી શકાય અને સરખું જ પરીણામ આપણને આ સર્જરીમાં મળી રહે છે.

પ્રશ્ર્ન: મીનીમલ ઈન્વેસીવ કાર્ડિયાક સર્જરી શું છે ?

જવાબ:- ઓપરેશન માટે છાતીના વચ્ચે આવેલા ચેસ્ટબોન હાડકાને ખોલીને ઓપરેશન કરવું પડતું હતું. જેમાં આઈસીયુમાં ૩ થી ૪ કલાક જેટલો સમય લાગતો હતો. હવે નવી પઘ્ધતિ આવી છે તેને મીનીમલી કાર્ડિયાક સર્જરી કહે છે. તેમાં આ હાડકાને કાપ્યા વિના પાંસળાના બે હાડકાની વચ્ચેથી, હાડકાનું ફેકચર કર્યા વિના તેમાંથી આ જ ઓપરેશન કરવામાં આવે છે. તેનાથી દર્દીને વધારે દિવસ સુધી આઈસીયુમાં રહેવાની જરૂર પડતી નથી. દર્દી હોસ્પિટલથી ત્રીજા કે ચોથા દિવસે ઘરે જઈ શકે છે એટલે કે પહેલા જે મહિનાઓ લાગતા હતા તે હવે દિવસોમાં થઈ જાય છે.

પ્રશ્ર્ન: હાર્ટ સર્જરી કેટલી મોંઘી હોય છે ?

જવાબ:- આ પ્રકારની સર્જરીમાં અમારે થોડા સ્પેશિયલ ઈન્સ્ટુમેન્ટનો ઉપયોગ કરવો પડે છે પરંતુ તેના લીધે ખર્ચ વધતો નથી અને વધારે દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડતુ નથી. તેથી એટલો ખર્ચ પણ રહેતો નથી.

પ્રશ્ર્ન: હૃદયરોગ ન થાય તેના માટે લાઈફ સ્ટાઈલ કેવી હોવી જોઈએ ?

જવાબ:- હૃદયરોગ ન થાય તેના માટે દરરોજ ૩૦ થી ૪૫ મિનિટ એકસસાઈઝ કરવી જોઈએ. અત્યારે યંગસ્ટર્સ લોકો વધારેને વધારે જંકફુડ તરફ વધી રહ્યું છે. તેને બંધ કરીને ફ્રુટ, શાકભાજીએ બધા ઉપર વધુ ભાર આપવો જોઈએ. સફેદ દેખાતી વસ્તુઓ હોય જેમ કે વધારે ફેટવાળુ દુધ, ચીઝ, પનીર, માખણ વગેરે ઉપર કંટ્રોલ કરવો જોઈએ. રંગબેરંગી ફુડ જેમ કે ફ્રુટ, લીલા પાંદડાવાળા શાકભાજીએ બધાનો ખોરાકમાં વધારેને વધારે ઉપયોગ કરવો જોઈએ. તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે અને હૃદયને લગતી અન્ય બિમારીઓથી પણ બચી શકાય છે.

પ્રશ્ર્ન: કોઈ વ્યકિતને હાર્ટ એટેક આવે એવા સમયે પરિવારજનોએ શું કરવું જોઈએ ?

જવાબ:- છાતીમાં ભારે લાગે, છાતીમાં કોઈ મરોડ પડતી હોય એવું થાય કે હાથ અને જડબાના સ્નાયુમાં ખેંચાવ આવે ત્યારે તેને સામાન્ય ન સમજતા તેને ઈગ્નોર ન કરવું જોઈએ. ડોકટર પાસે જઈને એકવાર ચેક કરાવડાવી લેવું જોઈએ. ઈસીજી કરાવીને ક્ધફોર્મ કરી લેવું જોઈએ કે હાર્ટની કોઈ બિમારી નથી. તેને જતું કરવાથી સમસ્યા વધી પણ શકે છે. પરિવારજનોને તરત કહેવું જોઈએ. પસીનો વધારે આવે, શ્ર્વાસ ફુલાઈ જાય કે છાતીમાં દુ:ખાવો થાય તો તરત જ ડોકટરને બતાવી સારવાર લઈ લેવી જોઈએ.

પ્રશ્ર્ન: હાર્ટ સર્જરી કરાવ્યા પછી દર્દીએ કયાં પ્રકારની કાળજી રાખવી જોઈએ ?

જવાબ:- ઘણીવાર દર્દીઓને એવું લાગે છે કે એકવાર તેમની એન્જીયોપ્લાસ્ટી અથવા બાયપાસનું ઓપરેશન થઈ ગયું તો હવે તેમને કોઈ પણ તકલીફ નહીં આવે, પરંતુ એવું નથી હોતું. આપણે જે મુળ બિમારી છે તેને મુળમાંથી નથી કાઢતા અમે ફકત એન્જીયોપ્લાસ્ટી કરીને જે આર્ટરી બ્લોક થઈ છે તેને ખોલી રહ્યાં છીએ, અથવા બાયપાસ સર્જરી કરી રહ્યાં છીએ. આમાં જે મુળ બિમારી છે જેના લીધે બ્લોકેજ થયું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું ખુબ જ જ‚રી છે. એના માટે એકસરસાઈઝ, સરખુ ડાયટ, ડોકટરે દીધેલ દવા એ બધી વસ્તુ કરવી ખુબ જ જરૂરી બની જાય છે. આ ઉપરાંત તેમણે પોતાની લાઈફ સ્ટાઈલ બદલવી પડે.

પ્રશ્ર્ન: સર્જરીમાં કેટલો ટાઈમ લાગે છે અને દર્દીએ કેટલા સમય સુધી આરામ કરવો પડે છે ?

જવાબ:-કન્વેન્શનલ સર્જરીમાં ૨ કલાક જેવો સમય લાગે છે. બાયપાસ કરવાનું હોય તો ૩ કલાક જેવો સમય લાગતો હોય છે. મીનીમલ ઈન્વેસીવમાં અઢી કલાક જેવો સમય લાગતો હોય છે. ક્ધવેન્શનલ સર્જરીમાં દર્દીને ૨ થી ૩ મહિના આરામ કરવો પડે છે. જયારે મીનીમલ ઈન્વેસીવ સર્જરીમાં દર્દી ૭ થી ૮ દિવસમાં તેનું કામ કરવા માટે તૈયાર થઈ જાય છે.

પ્રશ્ર્ન: હાર્ટ એટેકનું જોખમ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધારે જોવા મળે છે. એ પાછળનું કારણ શું ?

જવાબ:- પહેલાના સમયની વાત કરીએ તો આપણું કલ્ચર હોય કે પરીવાર હોય તેમાં મહિલાઓની બિમારીઓની અવગણના કરવામાં આવતી હતી અને પુરુષો થોડુક પણ કંઈ થાય કે કંઈ તકલીફ થાય તો તેને તરત જ ડોકટરને બતાવવામાં આવતું હતું. એટલા માટે કયારેક મહિલાઓની બિમારી વિશે છેલ્લા સ્ટેજમાં ખબર પડતી હતી અને કયારેક તો ખબર જ રહેતી ન હતી. એટલા માટે એવું લાગતું કે મહિલાઓને હાર્ટની કોઈ સમસ્યા જ નહીં હોય. બીજુ એ કે મહિલાઓને નેચરલ પ્રોટેકશન પણ હોય છે જેમાં તેમનું હોર્મોનલ બેલેન્સ ચાલતું રહે છે. ૫૦ થી ૫૫ વર્ષની આયુમાં તેમને હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે. મતલબ કે એવું બિલકુલ નથી કે મહિલાઓને હાર્ટ એટેકની સમસ્યા નથી.

પ્રશ્ર્ન: આજે જે લોકો દુબળા છે અને ઓછી વયના છે તેમને પણ હૃદયરોગની તેમજ હાર્ટ એટેકની સમસ્યા રહે છે તેની પાછળનું કારણ શું ?

જવાબ:- વધુ વજન હોવું એ એક ફેકટર છે, એવું નથી કે જેટલા વધુ વજનના લોકો છે તેને હાર્ટ એટેક આવે જ અને એવું પણ જરાય નથી કે જે લોકો દુબળા છે તેને કોઈ સમસ્યા થઈ જ ના શકે. હાર્ટ એટેકના જે કારણો છે તેમાંનું એક કારણ જાડાપણું છે તો જરૂરી નથી કે જે લોકો પાતળા છે તેને હાર્ટ એટેક ન આવે. જો તમને ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે તો પણ તેની શકયતાઓ વધી જાય છે. બીજુ સ્મોકીંગ પણ આમાં અગત્યનો ભાગ ભજવે છે. આજે યંગસ્ટર્સમાં ધુમ્રપાનનું સેવન વધુ થાય છે તેના લીધે પણ હૃદયની બિમારી થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત માનસિક તણાવ અને શારીરિક પ્રવૃતિનો અભાવ પણ તેના કારણો છે. પોતાના શરીર માટે આપણે ઓછામાં ઓછી પોણી કલાક તો ફાળવવી જ જોઈએ.

પ્રશ્ર્ન: કયાં પ્રકારનો ખોરાક લેવો જોઈએ ?

જવાબ:- આપણે બેલેન્સડ ડાયટ લેવું જોઈએ ન કે એક પ્રકારનો જ ખોરાક લેવો. આપણા શરીરને તેલ, કાર્બોહાઈડેટસ, પ્રોટીન વગેરે બધુ જ જોઈતું હોય છે એ માટે એક બેલેન્સડ ડાયટ હોવું ખુબ જરૂરી હોય છે.

પ્રશ્ર્ન: ભારતભરમાં હાર્ટ ડિસીઝનો રેશિયો કેટલો છે ?

જવાબ:- છેલ્લા ૧૦ વર્ષમાં હાર્ટની બિમારીનું પ્રમાણ ૧૫ ટકા જેટલું વધી ગયું છે. આ ઉપરાંત જંકફુડ, સ્ટ્રેસ, ફેમીલી અને જીનેટીક ફેકટર પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. પેલા એવું હતું કે, ૫૫ થી ૬૦ વર્ષથી ઉપરની ઉંમર હોય તો હાર્ટ એટેકની શકયતા રહેતી પણ અત્યારે ૪૦ વર્ષથી નીચેના લોકોમાં પણ તેનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.