Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો  અને માતાઓએ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું

ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની  અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને   રાજ્યભરમાંથી આવેલી બહેનો માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું.

પ્રદેશ ભાજપ મહિલા મોરચા ના  દીપિકા બહેનના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃ શકિત  ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના  કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં  મુખ્યમંત્રીને રક્ષા બંધન કરવા માટે ઉમટી હતી અને મુખ્યમંત્રી ના કાંડે રાખડી બાંધી હતી.

મહિલા  અને બાળ કલ્યાણ મંત્રી  ભાનુંબેન બાબરીયા ગાંધીનગરના ધારાસભ્ય  રિટા બહેન પટેલ, મેયર  મીરાં બહેન તેમજ સમાજ ના વિવિધ વર્ગોની બહેનોએ   ભુપેન્દ્ર પટેલ ને રક્ષા કવચ રાખડી બાંધીને પ્રદાન કર્યું હતું.મુખ્યમંત્રીને  નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી આદર ભાવ વ્યક્ત કર્યો હતો.

આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળા ના બાળકોએ શ્રીમદ્ ભગવદ્ગીતા ના શ્લોક લખેલી 140 ફૂટ ની વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.