કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરતા મંત્રી કુંવરજી બાવળીયા

રાજયના પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળિયા આજે  જિલ્લા કલેકટર રેમ્યા મોહનને મળ્યા હતા, અને રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના મહામારી સંબંધી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસો પરત્વે ઉપલબ્ધ સરકારી દવાઓનો જથ્થો, કોવિડના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા, કવોરન્ટાઇન અંગેના સ્થળો વગેરે બાબતો અંગે મંત્રીએ કલેકટર સાથે સઘન ચર્ચા કરી હતી.  અને કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાકીદની જરૂરી વ્યવસ્થાના આયોજન અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. મંત્રી બાવળિયાની આ મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા પણ ઉપસ્થિત રહયા હતા.  મંત્રી કુંવરજીભાઇ બાવળિયા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાને પણ મળ્યા હતા, અને રાજકોટ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવર્તતી કોરોનાની સ્થિતિથી માહિતગાર થયા હતા.