રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ ૮૪ લાખના કામોના કર્યા ખાતમુહૂર્ત

વિકેન્દ્રીય જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત

શહેરના વિવિધ વિસ્તારોમાં જનભાગીદારીથી થશે વિકાસ કાર્યો

શહેરના વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોનું ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજાની ૧૦ ટકા લોકભાગીદારીથી કરવામાં આવનાર છે આ વિકાસ કામોના ખાતમુહુર્ત રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યા હતા.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ  શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૫માં કોળીનો દંગો, વેલનાથનગર-૧ વિસ્તારની આંતરિક શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૪.૨૫ લાખ, જાગૃતિનગર વિસ્તારમાં આંતરિક શેરીઓમાં  સી.સી.બ્લોકનું કામ પાર્ટ-૧ માં અંદાજે ૧૦ લાખ અને પાર્ટ-૨માં ૧૦ લાખ એમ જાગૃતિનગરમાં  રૂ. ૨૦ લાખ,ના કામોના ખાતમુહુર્ત કર્યા છે.  વોર્ડ નં.૬ માં હીરાપાર્ક સોસાયટી મેઇન રોડ તથા આંતરિક શેરીઓમાં સી.સી. રોડનું કામ ખર્ચ રૂ. ૧૯.૯૨ લાખ, હનુમાન ટેકરી, રવિભાઇના ઘર પાસે તથા આંતરિક શેરીઓમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૦.૬૮ લાખ, વોર્ડ નં.૯માં લીમડા લાઇન, રજપૂતપરા, શેરી નં.૧, નિલેશભાઇ ચૌહાણના મકાન પાસેની શેરીમાં સી.સી.બ્લોકનું કામ  ખર્ચ રૂ. ૨.૧૫ લાખ, લીમડા લાઇન, રજપૂતપરા, શેરી નં.૩, સૂર્ય મકાનવાળી શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧.૭૦ લાખ, ગુરુદ્વારા પાસે, હરપાલસિંહના મકાનની બાજુની શેરી નં.૨માં સી.સી.બ્લોકનું કામ  ખર્ચ રૂ. ૪.૪૮ લાખ, ડી.સી.સી. હાઇસ્કુલની પાછળ જલારામનગર શેરી નં.૨ અને શેરી નં.૩માં  સી.સી.બ્લોકનું કામ  ખર્ચ રૂ. ૭.૭૦ લાખ, મીગ કોલોની ચેતક ટ્રાવેલ્સની બાજુમાં સી.સી.બ્લોકનું કામ  ખર્ચ રૂ. ૩.૫૪ લાખ મળી કુલ અંદાજે  રૂ. ૮૪.૪૨ લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની ૧૦% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.

આ તકે તેમની સાથે મેયર હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર,  જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શહેર ભાજ્પ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, માજી મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં. ૫ના કોર્પોરેટરો-અગ્રણીઓ બીનાબેન કોઠારી, ડિમ્પલબેન રાવલ, વોર્ડ નં. ૬ના કોર્પોરેટરો-અગ્રણીઓ કમલાસિંહ રાજપૂત, આલાભાઇ ભારાઇ, વોર્ડ નં. ૯ના કોર્પોરેટરો-અગ્રણીઓ સુનિલભાઇ આશર, રીટાબેન ઝીંઝુવાડીયા, ચીનાભાઇ ચોટાઇ, પ્રવિણભાઇ માડમ, હસમુખભાઇ મકવાણા, જિતેન્દ્ર મકવાણા, કેતનભાઇ તેમજ વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.