Abtak Media Google News

માયાનગરી મુંબઈની સ્થાવર જંગમ મિલકતો તેમજ હાઉસીંગ સોસાયટી  અને ઝુપડપટ્ટી વિસ્તારોના પુન: વિકાસનો માર્ગ મોકળો બનશે

દેશની આર્થિક રાજધાની એવી માયાનગરી મુંબઈની સકલ હવે બદલાઈ જશે..!! મુંબઈ નગરીના ઝડપી અને સર્વાંગી વિકાસની વચ્ચે આડખીલીરૂપ એવા કોસ્ટલ ઝોનમાં હવે મહત્ત્વના એવા મેનેજમેન્ટ પ્લાનને વન અને પર્યાવરણ તેમજ ક્લાઈમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા મંજૂરી પ્રદાન કરી દેવામાં આવી છે. જેનાથી ઈકો સેન્સીટીવ ઝોન તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેલા સ્થાવર જંગમ મિલકતોનો વિકાસ થશે. આ વિસ્તારોમાં આવેલી હાઉસિંગ સોસાયટીઓ તેમજ ઝુપડપટ્ટી વિસ્તારોના પૂનર્વિકાસનો માર્ગ મોકળો બનશે. આમ આર્થિક રાજધાની મુંબઈનું રીયલ એસ્ટેટ ક્ષેત્ર વધુ ધમધમવા માંડશે..!!

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે મુંબઈ અને તેના ઉપનગરો માટે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન (CZMP)ને મંજૂરી આપી છે. જે સ્થાવર મિલકતના વિકાસને વેગ આપશે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં હાઉસિંગ સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીઓના પુન:વિકાસનો માર્ગ મોકળો થવાની અપેક્ષા છે. કારણ કે આ વિસ્તારોને હવે શહેરના બાકીના વિસ્તારો માટે ફ્લોર-સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઇ) અથવા અનુમતિપાત્ર વિકાસ થશે. ઉલ્લેખનીય છે કે મુંબઈ અને તેના ઉપનગરીય વિસ્તારોમાં મોટી સંખ્યામાં જૂની, જર્જરિત ઇમારતો અને હાલના ઝૂંપડપટ્ટીના નિવાસો એક મોટો પડકાર છે. ઈકો સેન્સિટિવ ઝોનના કારણે જેનું રીડેવલપમેન્ટ કરવું એક મોટી સમસ્યા હતી. પરંતુ હવે મેનેજમેન્ટ પ્લાનને મંજૂરી મળી જતાં આ કામ શક્ય બનશે.

નારેડકોના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિરંજન હીરાનંદાણીએ જણાવ્યું કે, નેશનલ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા આ આદેશથી આ વિસ્તારોમાં પુનર્વસન અને પુન:વિકાસ કાર્યને મંજૂરી મળશે અને પ્રદેશમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને વેગ મળશે. રિયલ્ટી ડેવલપર્સે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ મુંબઈ, થાણે, એમઆઈડીસી, નવી મુંબઈ અને રાયગમાં પ્રવર્તમાન બાંધકામ પ્રવૃત્તિને ચાલુ રાખવા માટે થાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્યની આસપાસના ઈકો-સેન્સિટિવ ઝોનની અંતિમ સૂચના જારી કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.