Abtak Media Google News

તમાકુના વ્યસનથી સૌરાષ્ટ્રમાં ગલોફા, જીભના કેન્સરના સૌથી વધુ દર્દીઓ

ખોરાક ગળવામાં તકલીફ, અવાજમાં ફેરફાર, જીભની મુવમેન્ટ ઓછી ઓછી થવી, માથું દુ:ખવું વગેરે મોં-જીભના કેન્સરના લક્ષણો

સૌરાષ્ટ્રમાં તમાકુનુ વ્યસન કરનારા વ્યકિતઓની સંખ્યા સૌથી વધુને ત્યારે આ જીવલેણ તમાકુ વ્યસની વ્યકિતને કેન્સરનો ભોગ બનાવે છે. તમાકુ ખાવાની આદતથી મોટા ભાગે મોઢું, ગલોફા, જીભ, અન્નનળી, શ્ર્વાસનળીના આગળના ભાગે કેન્સર થવાની શકયતા રહે છે. મોઢામાં થતાં  કેન્સર અંગે ડો. ગૌતમ માકડીયા જણાવે છે કે તમાકુ ખાવામાં સૌરાષ્ટ્ર વિસ્તાર અગ્રક્રમે છે. વિશ્ર્વમાં સૌથી વધુ મોઢા કેન્સરના દર્દીઓ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે.

દુ:ખદાયીવાત તો એ છે કે જીભનું કેન્સર એ રીઢા  પ્રકારનું કેન્સર છે. જો તેની સમયસર સારવાર- નિદાન કરવામાં ન આવે તો દર્દીને ખુબ કઠીન હાલતમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને જીભના કેન્સરથી બચવા ડો. ગૌતમ માકડીયા જણાવે છે કે તમાકુની વ્યસની વ્યકિતએ મોંમાં જરાપણ ચાંદુ પડે, કોઇ ગાંઠ દેખાય અથવા કોઇ અગમ્ય ફેરફાર દેખાય તો તેનું તુરંત નિદાન કરાવવું જોઇએ જેથી વ્હેલી તકે નિદાન સારવાર થકી વ્યકિત દર્દમાંથી જલ્દી બહાર આવી શકે.

Cancer2

તમાકુની વ્યસની વ્યકિતનું ધીમે ધીમે મોં પણ બંધ થવા લાગે છે. જે પણ ખુબ ખરાબ ગણાય છે. જે વ્યસની વ્યકિતઓ મોંની યોગ્ય સાફ સફાઇ નથી રાખી શકતો અથવા તો ચાંદુ પડયું હોય, ગાંઠ થઇ હોય તેને અવગણે તે વ્યકિત જલ્દી કેન્સરનો શિકાર બને છે. આ રોગનો તબકકો એકવાર છૂટયા બાઇ અત્યંત આધુનિક ટેકનોલોજી પણ કામ આવતી નથી અને અત્યંત ગંભીર સ્ટેજમાં ડોકટરના અઢળક પ્રયત્નો બાદ પણ દર્દીને બચાવી શકાતો નથી.

જીભ, ગળુ, મોં ના કેન્સરથી બચવા ડો ગૌતમ માકડીયા વધુમાં જણાવે છે કે તમાકુના વ્યસનથી બને ત્યાં સુધી દુર રહો, જીવનસરણી સારી રાખો, વધુ પડતો બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઇએ, આ ઉ૫રાંત જયારે પૌષ્ટિક તત્વોની ઉણપ હોય ત્યારે પણ કેન્સર વધવાના ચાન્સીસ રહે છે. દરેક વ્યકિતએ પ્રવાહી વધુ પડતું પીવું જોઇએ. તેમજ અંગોની પણ યોગ્ય સાફ સફાઇ રાખવી જોઇએ.

Unnamed 4

ઓરલ હાઇજીન માટે સાવચેત રહે તો વ્યકિત કેન્સરથી બચી શકે છે અથવા તો કેન્સરનું જેટલું વહેલું નિદાન થાય તેટલી ઓછી તકલીફ સારવાર તેની સારવાર થઇ શકે છે. પરંતુ આ રોગનું સ્ટેજ આગળ વધશે એમ દર્દીને ખુબ ખરાબ સારવામાંથી  પસાર થવું પડે છે. મોંના કેન્સરમાં ડાયગ્નોસીસ અને સ્ક્રછીનીંગ વહેલી તક કરાવવામાં આવે તો ૧૦૦ ટકા દર્દી અને ડોકટરને ફાયદો થાય છે. આ ઉપરાંત તમાકુ ખાવાથી જે વ્યકિતનું મોં ઓછું ખુલતુ હોય તેમણે પણ ડોકટર પાસે તપાસ કરાવવી જરુરી છે. ખોરાક ગળવામાં તકલીફ, અવાજમાં ફેરફાર, જીભની મુવમેન્ટ ઓછી થવી, માથુ દુ:ખવું વગેરે કેન્સરના શરુઆતના લક્ષણો છે આ લક્ષણો જણાતા નિદાન કરાવવું ખુબ જરુરી છે.

વધુમાં ડો. માકડીયા જણાવે છે કે જીભ, ગલોફાના કેન્સરમાં જેમ જેમ સ્ટેજ આગળ વધશે તેમ જીભ, ગલોફાને કાપવું પડે છે અને આ સારવાર અતિશય કષ્ટદાયક છે. મોંના કેન્સરની સારવાર આર્થિક સમસ્યાને લીધે  અટકાવવી ન જોઇએ, કેન્સરની સારવાર વિનામૂલ્યે અથવા ખુબ ઓછા ખર્ચે પણ થઇ શકે છે. આ માટે ડોકટરની પણ સલાહ લેવી જોઇએ. સ્વરપેટી, અન્નનળી, શ્ર્વાસનળીના આગળના ભાગના કેન્સરમાં કિમોથેરાપી અગત્યનો ભાગ ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.