ગુજરાતમાં અહીં આવ્યાં છે ચમત્કારીક કુંડ, જેમાં ન્હાવાથી અનેક રોગમાંથી મળે છે મુક્તિ

ગુજરાતમાં ઘણા બધા ધાર્મિક અને તીર્થ ધામ આવેલા છે, આ બધા તીર્થોનું એક આગવું જ મહત્વ છે અને દર્શને આવતા શ્રદ્ધાળુઓની મનોકામના પણ પૂર્ણ થાય છે. ત્યારે રાજ્યમાં એવા પણ સ્થળો છે, જ્યા ગરમ પાણીના કુંડ આવેલા છે. ત્યારે આજે અમે તમને આવા કુંડ વિશે જણાવી શું જેના ગરમ પાણીથી ન્હાવાથી અનેક રોગો મટે છે.સાથે આમાંથી ઘણા ધાર્મિક મંદિરો છે,જ્યા હંમેશા ભક્તોની ભીડ રહે છે.


સૌરાષ્ટના જૂનાગઢથી 65 કિલોમીટર દૂર તુલસી શ્યામ આવેલું છે,જ્યાં ગરમ પાણીના ત્રણ કુંડ છે. આ કુંડની વિશેષતા એ છે કે ત્રણેયનું તાપમાન અલગ-અલગ રહે છે. તુલસી શ્યામ કુંડ પાસે રૂકમણી દેવીનું 700 વર્ષ જૂનું મંદિર છે. એવુ માનવું છે આ પાણીથી નહાવાથી ચામડીના અનેક રોગો દુર થઈ જાય છે.


ગુજરાતના ગોધરાથી આશરે 15 કિમી દુર આવેલું ટીવા-ટીંબામાં પણ આવા જ ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે. એવું કહેવામાં આવે છે કે, અહીં કુંડનું પાણી હંમેશા ગરમ જ રહે છે અને આ પાણી ક્યારેય સુકાતુ પણ નથી. આ રહસ્યના કારણે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે અહી ભગવાન શ્રી રામે યાત્રા કરી કરી હતી. જોકે ગરમ પાણી અંગેનુ રહસ્ય હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.


નવસારી પાસે આવેલુ ઉન્નાઈ ગુજરાતના પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. ઉન્નાઈમાં એક એવું તળાવ છે,જેનું પાણી હંમેશા ગરમ જ રહે છે. જોકે, અહીં આવતા પ્રવાસીઓ તેમ છેતા આ પાણીના સ્નાન કરે છે. એવુ કેવામાં આવે છે, આ ગરમ પાણીમાં ન્હવાથી લોકોની અનેક બીમારીઓ દૂર થાઈ જાય છે.


ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં લસુન્દ્રા ગામ આવેલુ છે. અહીં એવુ કહેવામાં આવે છે કે,રામાયણ અને મહાભારત સમયે રામ અને પાંડવો પણ અહીં ઘણો સમય પસાર કરી ચમત્કારી દેવસ્થાનો બનાવ્યા છે. જ્યા આજે પણ ચમત્કાર જેવા મળી રહ્યાં છે. લસુન્દ્રા ગામે પંચવટીમાં માતા સીતાના હરણ બાદ માતા સીતાની શોધમાં ભગવાના શ્રી રામ અને લક્ષમણ અહી આવ્યા હતાં. ત્યારે સર્ભાવ ઋષિના આશ્રમે આવ્યા હતા. આ ઋષિ કોઢ નામની બીમારીથી પીડાતો હતો. ત્યારે ભગવાન રામે પોતાના બાણમાંથી તીર પ્રહાર કરી ગરમ પાણીની ધારા પ્રગટ કરી હતી. આ ગરમ પાણીમાં ઋષિએ સ્નાન કરવાથી તેને કોઢના રોગમાંથી મુક્ત થયા હતાં. આજે પણ આ ગામમાં કુંડના પાણીથી સ્નાન કરવામાં અનેક બીમારીઓમાં મુક્તિ મેળવે છે.