રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડયા

ઓર્થોપેડિક અને ઈએનટી વિભાગમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાશે

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં 590 બેડની સુવિધા હતી જેબેડ ફુલ થઈ જતા નવા સારવાર લેવા માટે આવતા દર્દીઓ માટે ઓર્થોપેડિક અને ઈએનટી વિભાગને સિફટ કરી દેવામાં આવ્યા છે. આ બંને વિભાગોની અંદર કોરોનાના દર્દીઓ માટે બેડ ગોઠવી દેવામાં આવ્યા છે. આ સાથે સિવિલમાં કોવિડનાં 590 બેડની સંખ્યામાં વધારો કરીને આ સંખ્યાને 800 સુધી પહોચાડી દેવામાંઆવી છે.

કલેકટર રેમ્યા મોહને જણાવ્યા મુજબ, કોરોનાના દર્દીની સંયા એકાએક વધી રહી છે. પરંતુ આવી કોઈ પણ સ્થિતિને પહોચી વળવા માટે તંત્ર હંમેશના સજજ છે. સિવિલનાં કોવિડ વિભાગનાં તમામ બેડો ફૂલ થઈ જવાને આળે આવતા સિવિલનાં વોર્ડ નં. 7,10,11 અને મનોચિકિત્સક વિભાગના દર્દીઓને અન્ય વોર્ડમાં શિફટ કરી ત્યાં કોવિડના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઓર્થોપેડીક અને ઈએનટી વિભાગના દર્દીને પણ રેલવે અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં શિફટ કરી તે બંને વિભાગમાં કોરોનાના દર્દી માટે વધુ બેડોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે કારણે અત્યાર સુધી સિવીલમાં 590 બેડની સુવિધા હતી તેમાં વધારો કરી 800 બેડની સુવિધા કરી દેવામાં આવી છે. સાથોસાથ સમરસ હોસ્પિટલમાં પણ વધુ 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, ઓર્થોપેડિક વિભાગમાંથી સામાન શિફટ કરી દેવામાં આવ્યો છે અને થોડા દિવસમાં દર્દીઓને પણ સલામત રીતે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. હાલ ઓર્થોપેડીક વિભાગમાં માત્ર સર્જરી વિભાગ જ ચાલુ રાખવામાં આવ્યો છે.