Abtak Media Google News

પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની અઘ્યક્ષતામાં બે દિવસીય પ્રદેશ કારોબારી બેઠકનો આરંભ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત આખુ મંત્રીમંડળ સુરતમાં: ધારાસભ્યો સાંસદ સહિત 700 થી વધુ આગેવાનોની ઉપસ્થિતિ

ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં તમામ 18ર બેઠકો પર જીત મેળવવાના બુલંદ ઇરાદા સાથે આજે સવારે સુરત શહેરના સરસાણા સ્થિત સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ક્ધવેન્શન એન્ડ એકિટબિશન સેન્ટર ખાતે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના અઘ્યક્ષ સ્થાને બે દિવસીય કારોબારી બેઠકનો આરંભ થઇ ચુકયો છે. જેમાં વિધાનસભાની આગામી ચુંટણી માટે એક અલાયદી જ રચના બનાવવામાં આવી છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં  પસાર કરવામાં આવેલા ઠરાવને અનુમોદના આપવામાં આવશે.

આજે સવારે સુરત ખાતે ભાજપની બે દિવસીય પ્રદેશ કારોબારી બેઠકનો આરંભ થઇ ચૂકયો છે. ગઇકાલે સુરત ખાતે ભાજપ સંગઠનના હોદેદારો અને આમંત્રીત સભ્યોની એક બેઠક યોજાઇ હતી. દરમિયાન આજથી બે દિવસ માટે કારોબારી બેઠક યોજાઇ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે ખાસ ઉ5સ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિધાનસભાની આગામી ચુંટણીમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવાના લક્ષ્યાંકને સિઘ્ધ કરવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સહીતના ટોચના નેતાઓ ઉ5સ્થિત રહ્યા હતા.

આ કારોબારી બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો, લોકસભાના સાંસદ, રાજયસભાના સાંસદ, રાષ્ટ્રીય ભાજપના હોદેદારો, પ્રદેશ ભાજપના હોદેદારો, મંત્રીમંડળના તમામ સભ્યો, તમામ 33 જીલ્લાના પ્રમુખ અને મહામંત્રી, આઠ મહાનગરપાલિકાના પ્રમુખ અને મહામંત્રી, અલગ અલગ મોરચાના હોદેદારો, વિધાનસભા બેઠકના પ્રભારીઓ, જીલ્લા પંચાયતના પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર સહીતના 700 થી વધુ આગેવાનો ઉ5સ્થિત રહ્યા હતા.

આજે સાંજે પાંચ વાગ્યા સુધી આ કારોબારી બેઠક ચાલશે જેમાં અલગ અલગ સેશનમાં પક્ષના હોદેદારો દ્વારા વિધાનસભાની ચુંટણી સહીતના વિવિધ વિષયો પર વિસ્તૃત છણાવટ કરી માર્ગદર્શન આપવામાં આવશ આ ઉપરાંત વિધાનસભાની આગામી ચુંટણીમાં કેવી કામગીરી કરવી, સદસ્યતા નોંધણી અભિયાનને વધુ વેગવાન બનાવવા સહીતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં હૈદરાબાદ ખાતે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક મળી હતી. જેમાં પસાર કરવામાં આવેલા વિવિધ ઠરાવોને ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીમાં અનુમોદના આપવામાં આવશે દરમિયાન આગામી દિવસોમાં તમામ 33 જીલ્લા અને 8 મહાનગરોમાં ભાજપની કારોબારી બેઠક મળશે.

સુરતમાં પ્રથમ વાર પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળી રહી હોય સ્થાનીક સંગઠનોમાં જબરજસ્તી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના 600 થી વધુ શકિત કેન્દ્રોની આગેવાનો મુલાકાત લેશે અને માહીતી એકત્રીત કરશે સત્તાધારી પક્ષ ભાજપ હવે સંપૂર્ણ પણે ઇલેકશન મોડમાં આવી ગયો છે. કારોબારી બેઠકમાં મુખ્યો મુદ્દો વિધાનસભાની ચુંટણી જ રચ્યો હતો ચુંટણીમાં વધુ બેઠક જાણી શકાય તેની પ્રાથમિક રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

  • પ્રદેશ કારોબારીની વ્યસ્તતા વચ્ચે સી.આર.પાટીલ સાંજે રાજકોટ આવશે
  • ભાજપ લીગલ સેલ આયોજીત સૌરાષ્ટ્ર-કચ્છના વકીલના મહા સંમેલનમાં હાજર આપશે

સુરત ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક ચાલી રહી છે. પોતાના અઘ્યક્ષતામાં કારોબારી મળી રહી હોવા છતાં અતિ વ્યસ્ત શેડયુલ વચ્ચે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ આજે રાજકોટની ટુંકી મુલાકાતે આવી રહ્યા છે રાજકોટ ખાતે ભાજપ લીગલ સેલ દ્વારા કાલાવાડ રોડ સ્થિત સ્વામીનારાયત  મંદિર ખાતે આવેલા પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે વકીલના મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ખાસ ઉ5સ્થિત રહેશે તેઓ એકાદ કલાક માટે આ કાર્યક્રમમાં હાજરી આપશે.

 

 

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.