Abtak Media Google News

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મોહાપાત્રાએ આપી માહિતી

કંડલા, મુંદ્રા, મીઠાપુર અને ભાવનગર સહિતના ૪૩ એરપોર્ટોનું ‘ઉડાન’ યોજના હેઠળ જોડાણ થશે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા (એ.એ.આઈ)ના ચેરમેન ગુરુપ્રસાદ મોહાપાત્રાએ એક પત્રકાર પરિષદમાં ઉડાન પ્રોજેકટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના ચાર એરપોર્ટો (કંડલા, મુંદ્રા, મીઠાપુર અને ભાવનગર) સહિત કુલ ૪૩ એરપોર્ટોનું ‘ઉડાન’ પ્રોજેકટ હેઠળ આપસમાં જોડાણ થશે. ઉલ્લેખનીય છે કે એ.એ. આઈ.ના ચેરમેન જી. મોહાપાત્રા અમદાવાદ અને સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર છે. તેમણે આગળ જણાવ્યું હતું કે ઉડાન પ્રોજેકટ હેઠળ આવતા ૩ મહિનાની અંદર ૪૩ એરપોર્ટોનું જોડાણ કરી દેવાશે. જેમાં ગુજરાતના ૪ એરપોર્ટો પણ સામેલ છે.

એ.એમ.એ. એવોર્ડ એનાયત થયા

મોહાપાત્રાના હસ્તે એ.એમ.એ. એવોર્ડ એચ.ઓ.એફ ફર્નિચર સીસ્ટમ પ્રા.લી.ના ચેરમેન પ્રવિણભાઈ પટેલ, ઝાયડસ હોસ્પિટલના ડાયરેકટર ડો.વી.એન.શાહ, હેસ્ટર બાયોસાયન્સ લિ.ના સીઈઓ રાજીવ ગાંધી, ઈન્ફીબીમ ઈન્કના એમ.ડી.વિશાલ મહેતા, મંથન અપંગ ક્ધયા સેવા મંડળના પ્રમુખ નિરુબેન રાવલને એનાયત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ એરપોર્ટનો રન-વે લાંબો કરાશે

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનો રન-વે લાંબો કરવા અંગે તેમણે જણાવ્યું કે, હાલના સંજોગોમાં આ કામ મુશ્કેલ છે. અત્યારે કલાકમાં ૨૦ ઈન્ટરનેશનલ ફલાઈટો લેન્ડિંગ અને ટેક ઓફ કરે છે. આ રેન્જ વધીને કલાક દીઠ ૩૫ ફલાઈટ થશે. અમદાવાદ એરપોર્ટને નવું ટર્મિનલ બિલ્ડીંગ મળશે. દેશમાં કલકતા, ચેન્નઈ, રાજકોટ સહિત નવા ૨૦ એરપોર્ટની યોજના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.