કેશોદમાં સજ્જતા સર્વેક્ષણને મિશ્ર પ્રતિસાદ: 460 માંથી માત્ર 20 જ શિક્ષકોએ પરીક્ષા આપી  

જય વિરાણી, કેશોદ

રાજ્યમાં પ્રાથમિક શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત શિક્ષકોનું મૂલ્યાંકન કસોટી યોજાઈ હતી.  ત્યારે સરકારે આ કસોટી મરજીયાત હોવાનું જાહેર કરતા ૫૦ ટકાથી વધુ શિક્ષકો એ હોલ ટિકિટ ડાઊન લોડ કરી આ સર્વેક્ષણમાં બેસવાની તૈયારીઓ બતાવતા આજે ૨થી ૪ વાગ્યા સુધી ૨ કલાક ૮૦ પ્રશ્નોની એમ.સી.કયું. પદ્ધતિથી કસોટી યોજવામાં આવી હતી.

આ કસોટીનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. આ કસોટીનું આયોજન રાજકોટમા પણ કરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં જુદા-જુદા કેન્દ્રો પર આ પરીક્ષા યોજવામાં આવી હતી. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા માટે શિક્ષણ વિભાગે 460 પ્રાથમિક શિક્ષકોની યાદી તૈયાર કરી હતી.

પહેલા આ પરીક્ષા મરજિયાત હતી પરંતુ ત્યારબાદ આ પરીક્ષા ફરજીયાત બનાવતા  જીલ્લા શૈક્ષિક સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પરીક્ષા ફરજીયાત બનાવવા દબાણ કરાતું હોવાથી માત્ર 20 પ્રા શિક્ષકો દ્વારા આ પરીક્ષા આપવામાં આવી હતી.

વિરોધ કરવા પાછળના કારણમાં શિક્ષકોએ કહ્યું કે અમે અનેક પરીક્ષાઓ પાસ કરી હોય છે આ પ્રતિષ્ઠાનેા સવાલ ગણાવ્યો હતો. પરીક્ષા લેવાય તેના 4 દિવસ પહેલાં વિરોધ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ મુદે 4 દિવસ પહેલાં જીલ્લા શૈક્ષિક સંઘ દ્વારા ધારાસભ્ય દેવાભાઇ માલમને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.