જાફરાબાદમાં મધદરિયે ફસાયેલા ખલાસીઓની મદદે આવ્યા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર

તીર્થ નગરી નામ ની બોટ જાફરાબાદ થી મધદરિયે રોજી રોટી માટે અંદાજે ૩૫ નોટિકલ માઈલ માછીમારી કરવા ગયા શનીવારે ગયેલ હતા.

આશરે એક બે દીવસ પછી બોટ નું એન્જિન બંધ થતા બોટ માલિકને વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી હતી. તે સંદર્ભે આપણા સેવાભાવિ ધારાસભ્ય  અંબરીશભાઈ ડેરને બોટ માલિક દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્યએ  લાગતા વળગતા તંત્ર ને કડક સુચનાથી જાણ કરીને આ ખલાસીઓનો જીવ બચાવવા માટે જે કરવું પડે એ કરવા સુચના આપી હતી.

અંદાજે બે થી ત્રણ દિવસના અથાગ પ્રયત્નો બાદ હેલિકોપ્ટર દ્વારા ૫ ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને હેલિકોપ્ટર દ્વારા દમણ લાવવામાં આવ્યા હતા અને દમણ પેપર કીએ પ્રોસેસ પૂરી કરી અને તેને આજે જાફરાબાદ લાવવામાં આવ્યા હતા અને તેના પરિવારજનો  પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.