- ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ વિકાસના કામો, આરોગ્ય અને શિક્ષણ તેમજ સ્વચ્છતા, પર્યાવરણ, જીવદયા સહિત જનસેવા તથા જનહિત માટે સતત જાગૃત
15 મી વિધાનસભા ના રાજકોટ-69 ના ધારાસભ્ય તરીકે ડો દર્શિતા શાહને 2 વર્ષ પુર્ણ થયેલ છે. તેઓની આગવી કાર્યશૈલી સતત લોકો વચ્ચે રહેવું જે ડો.દર્શિતા શાહનો અભિગમ રહ્યો છે. સાચી રજૂઆત લઈને આવેલ કોઈપણ વ્યક્તિ મારા કાર્યાલયથી નિરાશ થઈને ન જવો જોઈએ તેવા અભિગમ સાથે લોકોના નાનામાં નાના પ્રશ્નો ઉકેલવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.તેઓ મહિલાઓ, દીવ્યાંગો અને પર્યાવરણલક્ષી પ્રશ્નો અંગે ચિંતીત હોય છે.લોકોને સીધી સ્પર્શતી રજૂઆત જરૂર જણાયે સરકારમાં પણ કરે છે.આ રજુઆતમાં તેઓને મહદ અંશે સફળતા પ્રાપ્ત થયેલ છે.જેથી જ તેઓ બહોળી લોક ચાહના અને લોક લાગણી ધરાવે છે.
ગુજરાતના પ્રથમ રાષ્ટ્રીય સેવક સંઘના પ્રાંત સંઘચાલક ડો.પી.વી.દોશીના તેઓ દીકરી છે.રાષ્ટ્ર સેવિકા સમિતિના સભ્ય છે.તેઓ 2 ટમ પૂર્વ ડેપ્યુટી મેયર રહેલ તેમજ પૂર્વ શહેર સંગઠન મંત્રી,પ્રદેશ ડીબેટ ટીમ સભ્ય,પ્રદેશ મહિલા મોરચા સભ્ય,તથા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી સભ્ય રહી ચુક્યા છે.બ્હેરા મૂંગા શાળા,જૈન સોશિયલ ગ્રુપ,ઈંખઅ જેવી અનેકવિધ સંસ્થામાં સક્રિય હોદેદાર છે.તેઓ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના સેનેટ સભ્ય છે.વિધાનસભામાં ગ્રંથાલય અને હાજરી સમિતિના સભ્ય છે.આરોગ્ય વિભાગ ગાંધીનગર ખાતે ઈઊઅ ની સમિતિમાં,ગખઘ અને શહેરી એકતા સમિતિમાં સભ્ય છે.રોગી કલ્યાણ સમિતિ અને જેલ સલાહકાર સમિતિના સભ્ય છે.
ધારાસભ્ય ડો.દર્શિતા શાહ 1,06,000 લીડ થી ભવ્ય જીત તેમની વિધાનસભા 2022ની ચુંટણીમાં મેળવેલ,જે ગુજરાતમાં પાંચમાં સ્થાને સૌરાષ્ટ્રમાં તથા મહિલા ધારાસભ્ય તરીકે પ્રથમ સ્થાને છે.તથા લોકસભાના ઈલેક્શનમાં વિધાનસભા-69 દસમાં ક્રમે રહેલ. નેશનલ ધારાસભ્ય કોન્ફરન્સ મુંબઈ તેમજ દિલ્હી મહિલા ધારાસભ્ય કોન્ફરન્સ માં સક્રિયતાથી ભાગ લીધેલ વિધાનસભાના સત્ર દરમિયાન લોકોના પ્રશ્ન સંદર્ભ તેમજ રજુ થતા બીલ સંદર્ભ સક્રિય રજૂઆત કરેલ છે.
ધારાસભ્ય ડો. દર્શિતા શાહ બહેરા-મુંગા શાળા ના બાળકો સાથે પોતાના જન્મદિનની ઉજવણી,મનોદિવ્યાંગ બાળકો, અનાથ બાળકો તથા વૃધ્ધાશ્રમમાં મીઠાઈ, ભોજન, તથા ફ્રૂટ્સ વિતરણથી કરી સાદગીનું પ્રતિબિંબ આપેલ છે.તહેવારોની રજામાં ફરજ બજાવતા કર્મચારીઓ,ફાયરબ્રિગેડ 108, સફાઈ કામદારો, વિગેરે ને રૂબરૂ મળી બિરદાવી અને મીઠા મોઢા કરાવી વિનમ્રતા દાખવેલ છે.ડો.દર્શિતા શાહએ પોતાના જન્મદિવસ અંતર્ગત રક્તદાન કેમ્પ,તેમજ સુક્ધયા સમૃદ્ધિ અંતર્ગત પોસ્ટ ઓફિસમાં પ્રથમ પ્રીમીયમ પોતે ભરી ખાતું ખોલાવી આપેલ.જુદી જુદી સંસ્થાઓ,સરકારશ્રીના તથા અન્ય જુદા જુદા 3,000થી વધારે કાર્યક્રમો માં ગત 2વર્ષમાં હાજરી આપેલ.
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં વિધાનસભા-69 ગુજરાતમાં ત્રીજા ક્રમે રહેલ.વિધાનસભા-69 ના 2024ના સ્નેહમિલન સમારોહમાં 1800થી વધુ લોકો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ સાથે ટીફીન બેઠકો કરેલ. રાજસ્થાન ચુંટણી સંદર્ભ 20 દિવસ સતત રાજસ્થાન રહી ચુંટણીમાં પ્રચાર પસાર કરેલ.બીપોરજોય વાવાઝોડુ ની પરીસ્થિતિ માં અસરગ્રસ્ત વિસ્તારો માં ફરસાણ અને જરૂરી ચીજવસ્તુઓનુ વિતરણ કરેલ તેમજ રાત-દિવસ સતત લોકો વચ્ચે કામગીરી કરેલ. ભારતીય જનતા પાર્ટીના બોટાદ ખાતે પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપેલ.ચોમાસા ઋતુ દરમિયાન ભારે વરસાદને પરિણામે વિસ્તારમાં પાણી ભરવાના પ્રશ્નો,વૃક્ષો પડવાના પ્રશ્નો વગેરે નાની મોટી ફરિયાદોનું નિરાકરણ સ્થળ ઉપર કરેલ તેમજ જરૂરિયાતમંદ સ્થળાંતર થયેલ પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરાવેલ.તથા સતત વિસ્તારોમાં કાર્યરત રહેલ.
ધારાસભ્યએ ર વર્ષમાં સેવાની સરવાણી વહાવી
- વિધાનસભા-69 ના જુદા-જુદા વોર્ડ માં લોકો ની સુવિધા માં સતત વધારો થાય તે ધ્યાને લઈ પેવીંગ બ્લોક ના કામો, બાક્ડાની ફાળવણી, નવા લાઈટ માટેના પોલ નાખવા, રોડ રસ્તા નવા બનાવવા, ફુટપાથ ના કામો કરવા, કુલર, વોટર પ્યુરી ફાયર, શૈક્ષણિક સાધનો રમતગમતના સાધનો તેમજ કોમ્પ્યુટર સીસ્ટમ અપાવવા ગાર્ડન લગત, જળ સંરક્ષણ લગત,ટ્રાફિક અન ટ્રાન્સપોર્ટ લગત,શિક્ષણ તથા આરોગ્ય લગત,જેવી અનેક વિવિધ કામગીરી માટે ધારાસભ્ય ની ગ્રાંન્ટ ફાળવેલ છે. વિધાનસભા-69 વિસ્તારમાં 800 કરોડથી વધુના અનેકવિધ વિકાસના કામો થયેલ છે.
- ડામર કાર્પેટ,રીકાર્પેટના કામ,પેવીંગ બ્લોકના કામ.
- સરોવર તેમજ નવી 500 બેડની મધર અને ચાઈલ્ડ હોસ્પીટલનું લોકાર્પણ
- કાર્સ ઝોનને સુવિધા સભર કરવાના કામો
- તેમજ આરોગ્ય અને શિક્ષણ
- સંગીત નૃત્ય અને મહાવિધાલય ના અટકેલ પરીણામ બાબત સફળ રજુઆત કરેલ.
- સિવિલ હોસ્પિટલ,આંગણવાડી,પદ્મકુંવરબા હોસ્પિટલ,એઈમ્સ તેમજ આરોગ્ય કેન્દ્ર,સાયન્સ સેન્ટર,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાઓની રેગ્યુલર મુલાકાત લઈને તેના જુદા-જુદા પ્રશ્નો સંદર્ભ નિરાકરણ કરવા સતત પ્રયાસ કરેલ છે.
- ડાયાલીસીસ ના ચાર્જીસ સંદર્ભ આરોગ્ય મંત્રી સાથે ઙખઉંઅઢમા સફળ નિરાકરણ લાવેલ.
- યોગને પ્રોત્સાહન આપવા માટે જુદા જુદા વિસ્તારમાં ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી કાર્યક્રમો,કેમ્પ,ક્લાસ શરુ કરાવેલ તેમજ યોગ સેન્ટર શરુ કરાવેલ.
- પદ્મકુંવરબા હોસ્પિટલમાં નવીનીકરણ મંજુર કરાવેલ.
- સિવીલ હોસ્પિટલમાં જરૂરિયાત મંદોને ભોજનની વ્યવસ્થામાં સહયોગ આપેલ
- તેમજ ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશન
- રાજકોટ દાહોદ રાત્રી બસની સ્લીપિંગ કોચની સુવિધા મંજુર કરાવેલ.
- રાજકોટ અમદાવાદ ફ્લાઈટ શરૂ કરવા સફળ રજુઆત કરેલ.
- રાજકોટ થી હીરાસર એરપોર્ટ પહોચવા મુસાફરો ને હાલાકી ન રહે તે ધ્યાને લઈ એ.સી. બસ ચાલુ કરાવેલ.
- ટ્રાફિક સલામતી અને વ્યવસ્થા સંદર્ભ વિવિધ રજુઆત કરેલ છે.
- રાજકોટ ગાંધીનગર વોલ્વો બસની ફિકવન્સી વધારવા રજૂઆત કરેલ.
- અને સ્વચ્છતા ,પર્યાવરણ, જીવદયા પણ તેમની કામગીરીમાં સિંહફાળો રહ્યો છે.