Abtak Media Google News

આદેશ બાદ પણ આધારનો આગ્રહ રાખનારને એક કરોડનો દંડ અને ૧૦ વર્ષની જેલની સજા

નવા મોબાઈલ નંબર અને બેંકમાં ખાતુ ખોલાવવા માટે આધારની અનિવાર્યતાને સ્વૈચ્છીક કરી દેવામાં આવી છે. જે અંતર્ગત જે બેંક કેમોબાઈલ કંપનીઓ દ્વારા આધારનો આગ્રહ રાખવામા આવતો તેને સજા અને દંડ ફટકારવામાં આવશે મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ આધાર ને સ્વૈચ્છીક કરી દેવામાં આવ્યુંછે અને આધાર સિવાયના દસ્તાવેજ જેમાં પાસપોર્ટ, રેશનકાર્ડનો ઉપયોગકરી શકશે પરંતુ આધાર કાર્ડનો આગ્રહ રાખશે તો તેને રૂ. એક કરોડનો દંડ અને દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે.

મહત્વનુંછે કે સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા આધારની જોગવાઈને સ્વૈચ્છીક કરવામાં આવી છે. અને કેવાયસી માટે એક યુનીક આઈડીનો ઉપયોગકરી શકાશે સુત્રોના જણાવ્યા પ્રમાણે નવા મોબાઈલ નંબર અને બેંક ખાતાઓને આધાર મૂકત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળને ટેલીગ્રાફ અધિનિયમ મની લોન્ડરીંગને રોકવા સંશોધન માટે પ્રસ્તાવિત ખરડાને મંજૂરીમળી છે.

ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્રના આધારની અનિવાર્યતાને મૂકત કરવામાં આવી છે. આધાર નંબરએ જેતે વ્યકિતની પ્રાઈવસી સૂચવે છે અને આ આધાર નંબરનો દૂર ઉપયોગ નથાય તે માટે સુપ્રિમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે કેઆધારનો આગ્રહ રાખવામાં આવશે તો જેલ તથા દંડની સજા થશે.

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ પોતાના એક ચૂકાદામાં જણાવ્યું હતુ કે બેંક એકાઉન્ટ ખોલવા માટે આધારકાર્ડ અનિવાર્ય નથી સાથે જ મોબાઈલ નંબર માટે પણ આધાર અનિવાર્ય નથી આમ છતા આધારનોગેર ઉપયોગ કરવામાં આવશે. અથવા કોર્ટના આદેશનું પાલન કરવામાં નહી આવે તો રૂ.૫૦ લાખ અને ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે કંપનીઓ કર્મશીયલ ઉપયોગ માટે જો આધાર ને અનિવાર્ય ગણાવશે તો પણ તે સજાને પાત્ર બનશે. આ ઉપરાંત આધારના આઈડીનો કર્મશીયલ ઉપયોગ કરવા પાછળ સરકારે કેટલીક મહત્વના પગલા લેવાની વિચારણા કરી છે.

મહત્વનું છે કે આધાર કાર્ડ ધારકોની માહિતી એકત્ર કરનારને પણ ૧૦હજારનો દંડ અને ત્રણ વર્ષની સજા થશે. આ સાથે આધાર ધારકોના ફોટોગ્રાફનો ઉપયોગ કરનારને પણ રૂ.૧૦ હજારથી ૧ લાખના દંડની જોગવાઈ કરવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.