Abtak Media Google News

આવાસ યોજના માટે રૂ. 79 હજાર કરોડની જોગવાઈ, લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે ગત વર્ષ કરતા આવાસ માટે 66 ટકા બજેટ વધારાયું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું.  સરકારે વિવિધ વર્ગો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે.  મિડલ ક્લાસને ટેક્સ સ્લેબમાં મોટી છૂટ આપવામાં આવી હતી તો નોકરીયાત અને બિઝનેસમેનને અલગ-અલગ રીતે રાહત આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

તે જ સમયે, સરકારે ગરીબો માટે તેની તિજોરી ખોલી.  સરકારે આ વખતે બજેટમાં મફત રાશનની યોજનાથી લઈને જેલમાં બંધ ગરીબોને મુક્ત કરવા સુધીના મુદ્દા સામેલ કર્યા છે.  મફત આવાસ યોજના પર પણ સરકારે બજેટમાં વધારો કર્યો.  આવો જાણીએ કે સરકારે ગરીબોને શું આપ્યું છે. બજેટમાં કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ગરીબો માટેની આવાસ યોજનાને લઈને હતી.  ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સરકારે આવાસ યોજનાના બજેટમાં 66 ટકાનો વધારો કર્યો છે. જેમાં આ વખતે 79 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ગત વખતે આવાસ યોજનાના 48 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી.  તેના દ્વારા દેશભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુલ 80 લાખ મકાનો બનાવવામાં આવ્યા હતા.  ઙઈંઇની સૂચના અનુસાર, 3 જાન્યુઆરી, 2022 સુધી કુલ 1.14 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી 53.42 લાખ ઘરો બાંધવામાં આવ્યા છે અને પહોંચાડવામાં આવ્યા છે.  નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 16 લાખ મકાનો બનાવવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.