Abtak Media Google News

જૂનાગઢ જેલમાં ગોંડલવાળી?

સરપ્રાઇઝ ચેકીંગમાં ફુટયો ભાંડો: ચાર કેદીઓ સામે નોંધાયો ગુનો યોગ્ય તપાસ થાય તો અનેક કર્મચારીના તપેલા ચડવાની ભીતી

જુનાગઢ જિલ્લા જેલમાં ફરી એક સાથે ૬ મોબાઇલ ઝડપાયા છે અને ૪ કેદીઓ સામે જૂનાગઢ પોલીસે ગુનો નોંધતા ચકચાર મચી જવા પામી છે, જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ક્યાંથી ? કેમ ? અને કોના દ્વારા ઘૂસ્યા તથા પ્રતિબંધિત મોબાઈલ જેલમાં આવી ગયા બાદ જેલ કર્મીઓને કેમ ધ્યાનમાં ન આવ્યા તે પણ હવે શંકા ઉપજાવે તેવી બાબત બની છે ત્યારે પોલીસે આ બાબતમાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે, અને જો યોગ્ય રીતે તપાસ થશે તો જેલમાંથી મળી આવેલ ૬ મોબાઈલ પ્રકરણમાં ઘણા કર્મચારીઓના તપેલા ચડી જાય તેવું પણ સંભળાઇ રહ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં સ્ટેટ ઝડપી સ્કોડ અને જૂનાગઢ એલસીબી તથા એ ડિવિઝન પોલીસ સહિતની ટીમ દ્વારા થતાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન મોબાઈલ સહિતની અનેક વખત પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાય છે અને આ અંગે ગુના પણ નોંધાયા છે.

જો કે જૂનાગઢ જિલ્લા જેલ સુપરિન્ટેન્ડેન્ટ ના સતત દેખરેખ અને માર્ગદર્શન નીચે જેલ કર્મીઓ દ્વારા પણ જેલની અંદર સઘન તપાસ થઇ રહી છે અને જેલમાંથી જેલ કર્મીઓએ અનેક વખત પ્રતિબંધિત તમાકુ, બીડી, પાન મસાલા, સિગારેટ જેવો મુદ્દામાલ પકડી પાડી ગુના પણ નોંધાવેલ છે.

દરમ્યાન ગઈકાલે જૂનાગઢ એલસીબી તથા જુનાગઢ એ ડીવીઝન પોલીસે જૂનાગઢ જિલ્લા જેલનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતું અને જેલની અંદર ઝીણવટ ભરી તપાસ કરતા, જેલમાં બે કેદીઓ પાસેથી પ્રતિબંધિત મોબાઈલ હાથે લાગ્યા હતા ત્યારે ૪ મોબાઈલ જેલની અંદરથી છુપાવેલા મળી આવતા કુલ ૬ મોબાઈલ અંગે જૂનાગઢ એ ડિવિઝન પોલીસમાં ૪ કેદીઓ સામે જુદી-જુદી ત્રણ ફરિયાદો નોંધાતા સન્નાટો મચી જવા પામ્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર  મૂળ સુરતના બેસ્તાના વાસ આવાસ, બ્લોક નં. એ ૧૫૩ અને હાલ જિલ્લા જેલ, જુનાગઢ સર્કલ-૨,  બેરેક નં. ૩ માં કેદી તરીકે રખાયેલ મોહસીનખાન શબ્બીરખાન અહેમદખાન પઠાણ (ઉ.વ.૨૭) પાસેથી જુનાગઢ જીલ્લા જેલની અંદર ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત મોબાઇલ ફોન ૧ કિ.રૂ.૫૦૦૦ તથા ચાર્જર ડટો, કેબલ સહિતના મુદામાલ અનધિક્રુત રીતે રાખી ઝડતી દરમ્યાન મળી આવ્યોો હતો.  જીલ્લા જેલમાં ઝડતી દરમિયાન ગેરકાયદેસર રીતે રખાયેલ બીજો મોબાઈલ તાલાલા તાલુકાના આંકોલવાડી ગામના જેલના કેદી  સાગર  જીવાભાઇ નારણભાઇ ગઢીયા કોળી (ઉ.વ.૨૨) પાસેથી મળીી આવ્યો હતો.

આ ઉપરાંત જુનાગઢ એ ડિવિઝન પોલીસને કોઈ અજાણ્યા ઇસમે જેલ સર્કલ નં.૩ માં આવેલ લાયબ્રેરીની પાછળના ભાગે અવાવરૂ જ્ગ્યામાં છુપાયેલ મોબાઈલ ફોન શોધી કાઢ્યો હતો જ્યારે જીલ્લા જેલ જુનાગઢની અંદર સર્કલ નં.૧/બી સ્થળેથી જીલ્લા જેલની અંદર રહેલા કોઇ અજાણ્યા કેદીએ રાખેલ પ્રતિબંધીત મોબાઇલ ફોન ૩ અનધિક્રુત મળી આવ્યાા હતા.

જૂનાગઢ જિલ્લા જિલ્લામાં જૂનાગઢ પોલીસની સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન મળી આવેલા ૬ મોબાઈલ પ્રકરણમાં ૨ કેદીઓ સામે નામ જોગ, જ્યારે અન્ય બે ગુનામાં અજાણ્યા ૨ કેદીઓ સામે જુદા-જુદા કુલ ૩ ગુનામાં કુલ ૪ કેદીઓ સામે ફરીયદ નોંધવામાં આવી છે અને જેલમાં પ્રતિબંધિત મોબાઇલ કેમ ઘૂસી ગયા તે સહિતની ઝીણવટ ભરી તપાસ હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.