Abtak Media Google News

ભાજપ કોરોના સામે જંગ વેળાએ સાંપ્રદાયિક ભેદભાવ અને નફરત ફેલાવે છે: કોંગ્રેસ

કોરોના સામે જંગ જીતવા સંશાધનોની ઉ૫લબ્ધી મહત્વની: મનમોહનસિંહ

મોદી સરકાર હકારાત્મક સુચનોને ઠેબે ચડાવે છે તેવો કોંગ્રેસ અઘ્યક્ષ સોનીયા ગાંધીએ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ કાર્યકારીણીની બેઠકને વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી સંબોધતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ કોવિડ સામે અસરકારકા કામગીરીના બદલે કોમવાદ અને નફરતનું રાજકારણ કર્યુ છે.

ગુરૂવારે કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તે દેશમાં સાંપ્રદાયિક અને નફરતના વાયરસ ફેલાવી રહ્યો છે. અને દેશની સામાજીક એકતાને મોટું નુકશાન કરી રહ્યું છે.

કોંગ્રેસ કાર્યકારણીની બેઠકને સંબોધતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કે દરેક ભારતીયો માટે આ ચિંતાનો વિષય છે અને પોતાનો પક્ષ આ નુકશાનને જેમ બને તેમ ઘટાડવા પ્રયત્ન કરતાં રહેશે. મને કેટલીક વાતો અમારા વચ્ચે મુકવા દો કે જે આપણા માટે એક ભારતીય તરીકે અને દરેક માટે એક ચિંતાનો વિષય બન્યો છે. કોરોના વાયરસ સામેની કામગીરીમાં કેટલીક વસ્તુઓએ ચિંતા ઉભી કરી છે. ભાજપ સતત સાંપ્રદાયિક ભેદભાવ અને નફરતના વાયરસ ફેલાવી રહ્યો છે. જે સામાજીક એકતા અને દેશ માટે પ્રાણઘાત બની રહી છે. આપણો પક્ષ અને આપણે આ નુકશાન ઘટાડવા સતત મહેનત કરાવી પડશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગ પૂર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટોચના નેતાઓએ વિડિયો કોન્ફરન્સના માઘ્યમથી આ બેઠકમાં હાજરી આપી હતી. લોકડાઉન દરમિયાન કોંગ્રેસની આ બીજી મીટીંગ હતી. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે છેલ્લા ૩ અઠવાડીયામાં સંક્રમણ ખુબ વધી રહ્યું છે. ત્યારે સરકારે પરીક્ષણના દાયરાને વધારવાની હિમાયત કરવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે પોતે વડાપ્રધાનને લોકડાઉન  દરમિયાન અનેક વખત પત્રો લખી કેટલાંક સુચનો અને સહકારની હિમાયત કરી હતી. કમનસીબે સરકાર પોતાની રીતે કામ કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગતિ વિધિઓ અને ચિત્ત વગરનું કામ કરાતું હોવાનું તેણીએ આક્ષેપ કર્યો હતો.

વધુ ઉમેર્યુ હતું કે કોંગ્રેસનું સંપૂર્ણ ઘ્યાન દેશના આરોગ્ય, અન્ન સલામતિ અને જીવનધોરણના મુદ્દોઓ પર કેન્દ્રીત થયેલું છે. આ સંજોગોમા દેશમાં ૧ર કરોડ લોકોને લોકડાઉનના પ્રથમ તબકકામાં નોકરીઓ ગુમાવી દીધી છે. તેમણે સરકાર સમક્ષ વિકાસ દરમા ત્રીજો ભાગ ધરાવતા લધુ અને મઘ્યમ ઉઘોગોને બેઠા કરવા માટે ખાસ પેકેજ આપવાની માંગ કરી છે. સોનિયા ગાંધીએ સરકારને વિસ્થાપિત મજુરો અને બેકારોને પોતાના ઘર સુધી પહોચવા માટેની વ્યવસ્થા ખોરાક અને આર્થિક મદદ કરવાની હિમાયત કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમે ફરીથી વડાપ્રધાન સમક્ષ એ વાત મૂકીએ છીએ કે કોરોનાઇન થયેલા લોકોની પુન ચકાસણી થતી નથી. ચકાસણીનો દર ખુબ જ ધીમી છે ટેસ્ટીંગ કીટની અછયથી વ્યાપાર, ધંધા અને ઉઘોગ  ઠપ્પ થઇ જવાને કારણે સામાજીક વ્યવસ્થા પડી ભાંગી છે. ૩જી મે પછી શું કરવું તેનું કોઇ આયોજન કેન્દ્ર સરકાર પાસે નથી. અત્યારના લોકડાઉન પછીની ઉપણોને ઘ્યાને લેવી જોઇએ.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગ લોકડાઉનની સફળતાને કોરોના સામેના જંગમાં ભારતની સમર્થતાને આભારી હોવાનું જણાવ્યું હતું આ જંગમાં કેન્દ્ર અને તમામ મુદ્દાઓ ઘ્યાનમાં રાખી આ જંગ જીતવા માટે સંશાધન ની ઉપલબ્ધી મહત્વની હોવાનું મનમોહનસીંગે જણાવ્યું હતું.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર રાજયોને કોરોના સામેના જંગમાં નાણાકીય સહાય આપવા આગળ નહી આવે તો આ કામગીરી નબળી પડી જશે. લોકડાઉન પછી કોઇ મોટું પેકેજ રાજયોને નહિ મળે તો રાજયો સ્થિતિ ને સામાન્ય પુન: કેવી રીતે કરી શકશે. તેવા સવાલો ઉઠાવ્યા છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભુવેશ બુધેલએ જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર મદદના અવસરો અને રાજયોને આર્થિક સહાય નહિ આપે તો રાજયો કોવિડ-૧૯ સામે જંગ જીતવા કેવી રીતે લડી શકશે.

પોંડીચેરીના મુખ્યમંત્રી વિ. નારાયણસ્વામીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજયોને કોઇ સહકાર આપતી નથી. કેવી રીતે રાજયો આ કટોકટીના સમયમાં કામ કરી શકે આપણે દુશ્મન નથી પરંતુ આપણે સાથે કામ પણ કરતા નથી તેમ નારાયણ સ્વામીએ કોંગ્રેસની કાર્યકારણી બેઠકમાં જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર સામેના સોનિયા ગાંધીના આ આક્ષેપોને ભાજપ સામેના નિશાનને લઇને સોનિયા ગાંધીએ દેશના રાજકારણમાં ભારે હડકંપ મચાવી દીધો છે.

કેન્દ્ર સરકાર રાજયોને પૂરતી સહાય આપતી નથી: કોંગી રાજયો

કેન્દ્ર સરકાર રાજયોને પૂરતી સહાય આપતી ન હોવાનો કોંગી શાસિત રાજયોએ આક્ષેપ કર્યો છે. કોરોના સામેના જંગમાં નાણાકીય સહાય પેકેજ જાહેર કરવા પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, અને પોંડીચરી રાજયોના મુખ્યમંત્રીઓએ માંગણી કરી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવાયું હતું કે જો સરકાર રાજયોને નાણાકીય સહાય પૂરી નહીં પાડે તો કોરોના સામેની આપણી લડાઇ નબળી પડશે. જો રાજયોને સહાય નહી મળે તો તો કોરોના પછીની સ્થિતિ કેવી રીતે થાળે પડશે?

અમે રેપિડ ટેસ્ટ માટે આગ્રહ કરી રહ્યા છીએ પણ આ ટેસ્ટ કિટ જ નિષ્ફળ પુરવાર થઇ છે. સરકારે કીટ વેન્ટીલેટર વગેરેની કેન્દ્રીય ખરીદી કરવી જોઇએ જેથી ઉ૫લબ્ધતા અને ગુણવતા જળવાઇ રહે તેને તેમણે ઉમેર્યુ હતું.

પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંધે જણાવ્યું હતું કે સરકાર અમને જીએસટીના રૂ. ૪ હજાર કરોડ હજુ સુધી ફાળવ્યા નથી. રાજયોને ૧ લાખ રેપીડ કીટ ફાળવવાના બદલે માત્ર ૧૦ હજાર કીટ જ ફાળવાઇ છે અને તેની અધિકૃતતા ચકાસવાની બાકી છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે જણાવ્યું હતું કે સરકાર જાગે અને રાજયોને નાણાકીય સહાય આપે નહીંતર રાજયો કોરોના સામે કેવી રીતે લડી શકશે? અન્ય રાજયોનાં ફસાયેલા વિઘાર્થીઓ અને શ્રમિકોની અમને ચિંતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.