Abtak Media Google News

નીટ-પીજીની પરીક્ષા 4 મહીના માટે મુલતવી રાખવાનો નિર્ણય લેતી મોદી સરકાર

દેશ હાલ એક પ્રકારે આરોગ્ય કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. અનેકવિધ પડકારો વચ્ચે દર્દીઓના સ્વસ્થ બચાવ માટે સતત પ્રયત્નો કરાઈ રહ્યાં છે તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠકનું આયોજન કરીને કોવિડ-19માં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ અંગે પણ ચર્ચા કરી હતી. જેમાં હાલના તબક્કે એમબીબીએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ તરીકે ફરજ સોંપવા, નીટ-પીજીની પરીક્ષા મુલતવી રાખવા તેમજ કોવિડ-19માં ફરજ બજાવનાર કર્મચારીઓને સન્માનિત કરવા અંગેનો નિર્ણય  લેવામાં આવ્યો છે.

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે નીટ-પીજીની પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવામાં આવશે.  કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ હળવા કોવિડ -19 લક્ષણોવાળા દર્દીઓની દેખરેખ રાખવા માટે એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ફરજની સોંપણી કરવામાં આવશે. દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિકલ સ્ટાફની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.  જે માટે, નીટ-પીજીની પરીક્ષા 4 મહિના માટે મુલતવી રાખવામાં આવશે.કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ, કોવિડ -19ના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની દેખરેખ રાખવા માટે એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ફરજ સોમોવામાં આવશે. પીએમઓ વતી કહેવામાં આવ્યું હતું કે, મેડિકલ સ્ટાફમાં કોવિડ -19 ડ્યુટીના 100 દિવસ પૂરા કરનારાઓને આગામી સરકારી નોકરીઓમાં ભરતીમાં અગ્રતા આપવામાં આવશે. આ સાથે કોવિડના વરિષ્ઠ ડોકટરોની દેખરેખ હેઠળ મેડિકલ ઇન્ટર્નની ફરજ પણ આપવામાં આવશે.  પીએમઓ અનુસાર, કોવિડ ડ્યુટીમાં 100 દિવસ કાર્ય પૂર્ણ કરનાર તબીબી કર્મચારીઓને કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન એનાયત કરવામાં આવશે. જણાવી દઈએ કે, તબીબી નીટ-2021ની પરીક્ષા 1 ઓગસ્ટના  યોજાવાની હતી પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને નીટની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.