Abtak Media Google News

૧પ ઓગષ્ટ ૨૦૧૮ સુધીમાં ૧૧૫ જીલ્લાઓના ૪૫,૦૦૦ ગામડાઓમાં વિજળી, રાંધણ ગેસ, બેંક ખાતા સહિતની સુવિધા પહોચાડીશું: અમિત શાહ

વર્ષ ૨૦૧૯ ની લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે. લોકસભા ચુંટણી માટે તમામ રાજકીય પક્ષોએ વ્યહુરચનાનો દોર શરુ કરી દીધો છે. ત્યારે આ વખતેથી ચુંટણીને લઇ મોદી સરકાર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો પર ઘ્યાન કરી રહી છે. લોકસભાની ચુંટણીને લઇ મોદી સરકાર નવી નવી સ્કીમો અને વાયદાઓ કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા હવે સરકાર ભારતના તમામ ગામડાઓને કલ્યાણકારી સ્કીમો હેઠળ આવરી લેશે.

ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં ૧૬,૫૦૦ ગામડાઓ કલ્યાણકારી યોજના હેઠળ આવરી લેવાયા છે. આ યોજના અંતર્ગત ગામડાઓમાં ગરીબોને એલપીજી સીલીન્ડર, પહોચાડાયા છે. મંગળવારે અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું.

વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણી સુધીમાં ભારતભરના તમામ ગામડાઓને કલ્યાણકારો યોજનામાં સમાવી લેવાશે અને આ વ્યહુરચના પર મોદી સરકારે ખાસ ઘ્યાન દોર્યુ છે.

૧૪  એપ્રીલથી  પ મે સુધી યોજાયેલ ગ્રામ સ્વરાજ અભિયાનનો ઉલ્લેખ કરતા અઘ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે, પ્રથમ વખત ગામડાઓમાં રહેતા ગરીબ લોકોએ જોયું કે, સરકાર તેમના ઘરના દરવાજા સુધી પહોંચી છે અમે ખાતરી આપીએ છીએ કે, ૧૫ ઓગષ્ટ ૨૦૧૮ સુધીમાં ૧૧૫ પછાત જીલ્લાઓના ૪૫,૦૦૦ ગામડાઓમાં વિજળી, એલપીજી જોડાણ અને નવા બેંક ખાતાઓ સહીતના કલ્યાણકારી કામો ગરીબો સુધી પહોચાડીશું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.