Abtak Media Google News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેનાની ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફારો માટે ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરી. રાજનાથ સિંહે કહ્યું કે અગ્નિપથ ભરતી યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે. નોકરી છોડવા પર તેમને સર્વિસ ફંડ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં ભરતી થનારા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે.

ત્રણેય સેના પ્રમુખોએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ યોજના અંગે રજૂ કર્યું હતું.આ યોજના હેઠળ યુવાનો થોડા સમય માટે સેનામાં જોડાઈ શકશે. આ યોજનાનું નામ અગ્નિપથ યોજના છે. આ અંતર્ગત યુવાનો ચાર વર્ષ સુધી સેનામાં જોડાઈને દેશની સેવા કરી શકશે.

દેશ સેવાની ભાવના ધરાવતા યુવાનોને તક મળશે. સેનામાં ટૂંકા અને લાંબા ગાળાની નોકરીની તકો હશે. ત્રણેય સેવાઓમાં યુવાનોની ભાગીદારી વધશે.આ યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે. જો કે, ચાર વર્ષ પછી મોટાભાગના જવાનોને તેમની સેવામાંથી મુક્ત કરવામાં આવશે. ચાર વર્ષના સમયગાળા બાદ યુવાનોને સેનામાંથી મુક્ત કરવામાં પણ સેના સક્રિય ભૂમિકા ભજવશે. જો કોઈ વ્યક્તિ સેનામાં ચાર વર્ષ સેવા આપે છે તો તેની પ્રોફાઇલ મજબૂત બનશે.

PM મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે જેના હેઠળ સેનામાં શામેલ થઈ રહેલા યુવાઓની એવરેજ ઉંમરને ઘટાડવાનો પ્રયાસ હશે અને રક્ષાબળના ખર્ચમાં પણ ઘટાડો કરાશે. માહિતી પ્રમાણે હાલમાં સેનામાં જવાનની ઉંમર 32 વર્ષ છે જે હવે આ યોજનાથી 26 વર્ષ લાવવાનો પ્રયાસ થશે. જણાવવામાં આવી રહ્યું છે કે યોજના હેઠળ ચાર વર્ષ સુધી યુવાઓ (અગ્નિવીર) સેનામાં ભરતી કરાશે. જો કે ચાર વર્ષ બાદ મોટાભાગના યુવાઓને તેમની સેવામાંથી મુક્ત કરવામાં આવશે.આ યોજના હેઠળ યુવાઓને આશરે 30થી 40 હજાર જેટલો પગાર આપવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

છેલ્લા બે વર્ષથી સેનાની ભરતી અટકી પડી છે. આ વર્ષની શરૂઆતમાં સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે સંસદમાં એક સવાલના જવાબમાં લેખિત જવાબ આપ્યો હતો કે કોરોના મહામારીને કારણે સેનાની ભરતી રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત એરફોર્સ અને નેવીની ભરતી પર પ્રતિબંધ છે. જો કે ઓફિસર રેન્કની પરીક્ષાઓ અને કમિશનિંગ પર કોઈ અસર પડી નથી. પરંતુ સૈનિકોની ભરતી બંધ થવાને કારણે દેશના યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રક્ષામંત્રી રાજનાથ સિંહની ચૂંટણી રેલીઓમાં પણ આનો વિરોધ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત ભરતી રેલીઓ ન હોવાના કારણે અનેક અભિયાનો થયા છે.

સેના માટે ભરતીના નવા નિયમ

  • કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળો માટે સૈનિકોની ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો
  • ટુર ઓફ ડ્યુટી સિસ્ટમ મુજબ સૈનિકોની ચાર વર્ષ માટે ફોર્સમાં ભરતી કરાશે
  • જવાન નિવૃત થાય ત્યારે 10 લાખ આપવામાં આવશે
  • ટૂર ઑફ ડ્યુટીને અગ્નિપથ જયારે સૈનિકોને અગ્નિવીર કહેવામાં આવશે
  • ત્રણેય પાંખોમાં દર વર્ષે 45થી 50 હજાર અગ્નિવીરની ભરતી કરાશે
  • સેનામાં 6 મહિનાના કાર્યકાળમાં દર વર્ષે 2 વખત ભરતી કરાશે
  • 17.5 વર્ષથી 21 વર્ષની વયના ઉમેદવારો નોકરી માટે કરી શકશે અરજી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.