Abtak Media Google News

વપરાશ શકિતમાં વધારો કરવો હાલ સરકારનો હેતુ

૨૦૧૯-૨૦નાં પ્રથમ હાફમાં વિદેશી રોકાણ ૨ લાખ કરોડથી પણ વધુ

દેશને ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેનાથી દેશને કેવી અસર પહોંચી છે તે મહત્વનું છે. આ તકે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમ્ણ્યમે જણાવતા કહ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવતા તમામ પગલાઓ અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યા છે. આ તકે લોકોની વપરાશ શકિતમાં વધારો થાય તે હાલ સરકારનો હેતુ હોવાનું પણ સામે આવ્યું છે. કોઈપણ દેશમાં જો વિદેશી રોકાણ પુરતા પ્રમાણમાં આવે તો તે દેશની અર્થવ્યવસ્થા અનેકઅંશે સુધરી જતી હોય છે અને મજબુત પણ બનતી હોય છે ત્યારે ૨૦૧૯-૨૦નાં પ્રથમ હાફમાં વિદેશી હુંડિયામણ ૨ લાખ કરોડથી પણ વધુનું આવ્યું છે જે ૨૦૧૮-૧૯માં ૨.૧૭ લાખ કરોડ રહેવા પામ્યું હતું. સરકાર દ્વારા જે રીતે એનબીએફસી કંપની અને હાઉસીંગ ફાયનાન્સ કંપનીને ૪.૪૭ લાખ કરોડ રૂપિયાનું જે ફંડીંગ આપ્યું છે તેનો હેતુ એ છે કે બજારમાં તરલતામાં વધારો થાય. જયારે બીજી તરફ સરકાર દ્વારા ક્રેડિટ ગેરેન્ટી સ્કિમ હેઠળ ૧૭ પ્રપોઝલ રકમ ૭૬૫૭ કરોડ થાય તેને પણ મંજુરી આપવામાં આવી છે.

7537D2F3 11

આ તકે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સબ્રહ્મણ્યમે જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા છેલ્લા ૬ વર્ષની સૌથી નીચી સપાટી પર આવી ૪.૫ ટકાએ રહ્યું છે જેનું કારણ મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં મંદી તથા લોકોની ખરીદ શકિત, લોકોની માંગ અને પ્રાઈવેટ રોકાણોમાં અછત પણ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.  અર્થવ્યવસ્થામાંની સુસ્તી અંગે વિપક્ષોના તીખા સવાલો વચાળે આજે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યમે દેશની અર્થવ્યવસ્થાને પાંચ લાખ કરોડ ડોલરની બનાવવાના રોડમેપની ચર્ચા કરી હતી અને જણાવ્યુ હતુ કે સરકારે કરેલા આર્થિક સુધારાઓની અસર દેખાઈ રહી છે.’ નાણાં મંત્રી નિર્મલા સીતારામને આજે યોજેલી પત્રકાર પરિષદમાં મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ)એ અર્થવ્યવસ્થાને વેગીલી બનાવવા અત્યાર સુધી કરાયેલા ઉપાયો પર પ્રકાશ નાખ્યો હતો. અર્થવ્યવસ્થાની રફતાર તેજ બનાવવાના વધુ ઉપાયોની ઘોષણા નાણાં મંત્રી કરે તેવી સંભાવના છે. છેલ્લા થોડા માસમાં કરાયેલા કેટલાક સુધારાઓની સમીક્ષા કરતા સીઈએએ જણાવ્યુ હતું કે સરકારે ગોઠવેલા માળખું અર્થવ્યવસ્થામાં પ્રવાહિતા વધારવામાં મદદરૂપ થયું હતુઁ. જાહેર ક્ષેત્રના એકમોના ડ્યુઝ (સરકાર પાસેથી નીકળતા લેણાં) બે તબકકે કલીઅર કરવાનું પગલું અર્થતંત્રને વેગીલુ બનાવવામાં સહાયરૂપ થયું છે.’ ૩૨ સીપીએસઈ (કેન્દ્રિય જાહેર ક્ષેત્રના એકમો)ના ૬૦ ટકા ડયુઝ બે માસમાં કલીઅર કરાયા છે-મંજૂર કરાયા છે. નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓ માટે પાર્શીઅલ ક્રેડિટ ગેરંટી સ્કીમ લાવવામાં આવી છે. મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્મમૂર્તિ સુબ્રમણ્યમે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ભરવામાં આવેલા પગલાંની માહિતી આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમને અર્થવ્યવસ્થાને વેગ આપા માટે વધુ ઉપાયોની જાહેરાત કરી હતી. વર્તમાન નાણાકિય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ ઘટીને ૪.૫ ટકા પહોંચી ગયો છે જે સાડા છ વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે.

કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ઘણા ઉપાયો કર્યા છે અને તેનાથી અર્થવ્યવસ્થાને વેગ પણ મળ્યો છે. ખપતને વધારવા માટે સરકારે નોન-બેંકિગ ફાઈનાન્સિયલ કંપની (એનબીએફસી) તથા એચએફસીને મદદ કરવાના પ્રયાસ કર્યા છે. એનબીએફસી તથા એચએફસી માટે પાર્શલ ક્રેડિટ ગેરંટી સ્કીમ લાવવામાં આવી છે. સરકારે પીએસયુના ૬૧,૦૦૦ રૂપિયા સુધીની બાકી રહેલી રકમ પણ ચૂકવી છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષ ઉદ્યોગોમાં સતત ઉદારીકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જેના પરીણામે વર્ષ ૨૦૧૯માં ૩૫ અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) આવ્યું છે. ફસાયેલા હાઉસિંગ પ્રોજેક્ટને પૂરા કરવાને લઈને પણ સરકારે પગલાં ભર્યા છે અને ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ સરકારી બેંકોમાં પ્રામાણિકતાથી નિર્ણય લેવાની વાતને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણા પગલાં ભર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.