Abtak Media Google News

હર.. હર મોદી… ઘર ઘર મોદી

  • હવે નરેન્દ્રભાઇ મોદી માત્ર ભારતના લોકપ્રિય નેતા નહીં પરંતુ વૈશ્વિક લીડર બની ગયા છે
  • મજબૂત અર્થતંત્ર અને આતંકવાદના સફાયાના મુખ્ય બે મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખી ર0ર4 લોકસભાની ચૂંટણીમાં ભાજપને 400થી વધુ બેઠક પર જીત અપાવવાનો લક્ષ્યાંક

26મી મે 2014નો દિવસ વિશ્ર્વગુરૂ બનવા મથી રહેલા ભારત માટે એક નવોજ સૂર્યોદય લઈને આવ્યો હતો. ગુજરાતના વડનગર રેલવે સ્ટેશન પર બાળપણમાં ચા વેચી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થનાર નરેન્દ્ર દામોદર દાસ મોદી નામના એક વ્યકિત વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતના વડાપ્રધાન પદે શપથ લીધા આ ક્ષણ હિન્દુસ્તાન માટે જાણે ભાગ્ય વિધાતા બની ગઈ.

આજે વડાપ્રધાન પદે મોદી આઠ વર્ષ પુરા કરી રહ્યા છે. આ આઠ વર્ષમાં ભારતની દિશા અને દશામાં આમુલ પરિવર્તન આવ્યું. વૈશ્ર્વિક સંગઠનમાં જે ભારત પાછલી હરોળમાં બેસી વિશ્ર્વના બીજા નેતાઓનાં સુચનો સાંભળી માથા હલાવતું હતુ અને હા માં હા પુરાવતું હતુ. તે ભારત આજે પ્રથમ હરોળમાં બેસી સલાહ આપતું થયું છે. અને કોઈપણ દેશની અવડ ચંડાઈ કે દાદાગીરી સામે અવાજ ઉઠાવતું થયું છે. મોદીના નેતૃત્વમાં દેશમાં આટલો મોટો પરિવર્તન આવશે તેવું 135 કરોડ ભારતવાસીઓએ સ્વપ્ને પણ વિચાર્યું નહતુ.

વડાપ્રધાનએ માત્ર વહિવટી વડા તરીકે હોદો નથી. આ ખુરશી પર જો કોઈ પાવરફુલ નેતાને બેસાડવામાં આવે તો દેશનોભાગ્યોદય થઈ શકે છે તે વાત ભારતે છેલ્લા આઠ વર્ષમાં એક અકે સેક્ધડે અનુભવી છે. મોદી સરકારે આઠ વર્ષમાં એવા આઠ ઐતિહાસિક નિર્ણય લીધા જેની દેશવાસીઓએ કયારેય સપને પણ કલ્પના કરી નહતી જો કોઈ નિર્ણયને પ્રથમ નંબર આપવો હોયતો તે છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો નિર્ણય દાયકાઓથી સળગતા આ મુદાને મોદીએ માખણમાંથી મોવાળો શેરવી લ્યે તે રીતે સહજતાથી

મોદી  એકલા હાથે તમામ  મોરચે લડી રહ્યા છે: રાજયોની ચૂંટણીમાં પણ કમળ ખિલવવાની જવાબદારી તેઓના ખભ્ભ

સરળતાથી સેરવી લીધો. આજે રામમંદિરનું કામ પૂરજોશમાં આવી રહ્યું છે. અને હવે એ દિવસો દૂર નથી જયારે રામજન્મભૂમી પર કરોડો હિન્દુઓ રામલલ્લાની પૂજા ભવ્યતિભવ્ય મંદિરમાં કરતા થશે. કાળાધનને નાબુદ કરવા માટે લેવામાં આવેલો નોટબંધીનો નિર્ણય, દૂશ્મનો પર સર્જિકલ સ્ટ્રાઈક, વનનેશન વન ટેકસ અર્થાત જીએસટી, ત્રિપલ તલાક, કલમ 370 અને 35 એ, સીએએસ, ડિજિટલ ઈકોનોમી, જેવા ઐતિહાસીક નિર્ણયોએ ભારતની શાનમાં વધારો કર્યો છે.

આઝાદીનાં સાડા છ દાયકા બાદ ભારતને જાણે એક મહાસપુત મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ છાશવારે દેશમાં આતંકી હુમલા થતા હતા અને નિર્દોષ લોકો જીવ ગુમાવતા હતા. આજે આતંકવાદીઓના સફાયા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. મોટી મોટી યોજનાઓ જાહેર કરવી માત્ર મોદીનો ઉદેશ નથી. તેઓ સ્વચ્છતા જેવા સામાન્ય મુદાને પણ રાષ્ટ્રીય સ્વરૂપ આપી રહ્યા છે. કારણ કે ભારતનું આરોગ્ય જો સુધારવું હશે તો સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવું પડશે. એટલે નરેન્દ્રભાઈએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ છે.

દેશના પાંચ પચ્ચીસ શહેરો નહી પરંતુ તમામ રાજયોનાં મુખ્ય નગરો સ્માર્ટ સિટી બને તે માટે યોજનાઓ મૂકવામાં આવી. રાજયો-રાજયો વચ્ચે આવતા વિવાદને પણ તેઓએ સહજતાથી ઉકેલ્યા. માત્ર સરકાર ચલાવવી તેઓનો મતલબ નથી ભાજપ પણ વર્ષો સુધી અડિખમ રહે તેની જવાબદારી પણ તેઓ વહન કરી રહ્યા છે.

જે-તે રાજયોની ચૂંટણીમાં ભાજપનો વિજય વાવટો લહેરાવવાની જવાબદારી પણ મોદીના ખંભે છે. અગાઉ ચૂંટણી વ્યકિતગત તાકાત કે સમાજ આધારીત લડવામાં આવતી હતી. હવે મોદીના નામે અને વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખી ચૂંટણી લડવામાં આવી રહી છે.

પોતે માત્ર આદેશ નથી આપતા પણ 16 થી 18 કલાક કામ કરી રહ્યા છે. એક એક પ્રોજેકટ પર વ્યકિતગત ધ્યાન આપી રહ્યા છે. મંત્રીઓ પાસેથી કામ કઢાવવાની તેઓની કુનેહને કોઈ પહોચી શકે તેમ નથી. તેઓએ વિપક્ષને એવી હદે વામણો કરી દીધો છે કે હવે ચૂંટણી કયાં આધારે લડવી તેનો કોંગ્રેસ સહિતના પક્ષો પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. 2024 લોકસભાની ચૂંટણીમા પણ ભાજપની જીત નિશ્ર્ચિત માનવામાં આવે છે.

ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહી રહ્યા છે કે હું માખણ પર નહી પથ્થર પર લકીરો ખેંચું છું. આ વાત 100 ટકા સાચી છે. 2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપને એકલા હાથે 400થી વધુ બેઠકો મળે તે માટે હાલ મોદી સરકારે મુખ્ય બે મુદાઓ હાથ પર લીધા છે. જેમાં ભારતના અર્થતંત્રને વધુમાં વધુ મજબૂત બનાવવું અનેબીજો મુદો છે આતંકવાદનો જડમૂળથી સફાયો. ઈન્દીરા ગાંધીની હત્યાબાદ કોંગ્રેસ સહાનુભૂતીના મોજે તરી ગયું હતુ. અને 411 બેઠકો જીત્યું હતુ. જે રિતે હાલ મોદી સરકાર અર્થતંત્રની મજબુતાઈ અને આતંકવાદના સફાયા પર ધ્યાન કેન્દ્રીત કરી કામ કરી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છેકે 2024ની લોકસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વધુ બેઠકો જીતવાનો કિર્તીમાન પ્રસ્થાપીત કરશે.

તેઓની વૈશ્ર્વિક કૂટનીતિ પણ કાબીલેદાદ છે જે અમેરિકાએ એક સમયે નરેન્દ્રભાઈને વિઝા આપવાની ના પાડી દીધી હતી. તે અમેરિકા આજે મોદી માટે લાલ જાજમ બિછાવી રહ્યું છે. એટલું જ નહી ભારત સાથે વ્યાપારીક ભાગીદારી વધારવા પણ તલપાપડ બની રહ્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટે પણ અમદાવાદમાં રોડ-શો કરવો પડે તે મોદીની તાકાત બતાવે છે.

એક સમય હતો જયારે વૈશ્ર્વિક સંગઠનોની બેઠકમાં ભારતને માત્ર હાજરી પુરાવવા માટે બોલાવવામાં આવતું હતુ વૈશ્ર્વિક નેતાઓ સાથે થોડા વર્ષ પહેલા પાછલી હરોળમાં બેસતુ ભારત આજે લીડર બની તમામ દેશોને સુચન કરી રહ્યું છે. પાછલી હરોળમાં બેસી સાચા-કે ખોટા કોઈ પણ નિર્ણયમાં હા માં હા કરવાની પરંપરા ભારતે બંધ કરી દીધી છે. નરેન્દ્રભાઈ આજે વૈશ્ર્વિક નેતાઓ સાથેની બેઠકમાં પ્રથમ હરોળમાં બેસી સુચનો આપે છે. અને મહાસત્તાનો દરજજો ધરાવનારા દેશોએ તેનો સ્વીકાર કરવો પડે છે. કોઈપણ દેશને મોઢે પરખાવી દેવાની હિંમત પણ ભારતે કેળવી લીધી છે.

દુશ્મનોને પણ મોદી શાનમાં સમજાવી રહ્યા છે. જો દોસ્તી રાખશો તો આમંત્રણ વિના અમે મીઠાઈ ખવડાવવા આવીશું પરંતુ દુશ્મની રાખશો તો ઉંઘમાં હશો ત્યારે અમે સર્જિકલ સ્ટ્રાઈકરી ધરવી દેવાની તાકાત પણ ધરાવીએ છીએ વિશ્ર્વમાં ભલે માત્ર સાત અજાયબી હોય પરંતુ ભારત માટે નરેન્દ્રભાઈ મોદી આઠમી અજાયબી છે.

હવે તે ભારતના નેતા રહ્યા નથી. એક વૈશ્ર્વિક લીડર બની ગયા છે. જે દેશમાં તેઓ જાય ત્યાં મોદી… મોદી…., ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લાગતા થયા છે. મોદી હે તો મુમકીન હૈ એ માત્ર નારો નથી રહ્યો પણ એક લકીર બની ગઈ છે.

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને  આઠ વર્ષમાં આપેલી 10 અનમોલ ભેટ આઠ વર્ષમાં મોદી સરકાર પર એક પણ

આજે વડાપ્રધાન તરીકે  નરેન્દ્ર મોદીના આઠ વર્ષ પૂર્ણ  કરી રહ્યા  છે. ગત 8 વર્ષોમાં દેશમાં તેમણે વિકાસના ઘણા કામ પૂર્ણ કરીને દેશને નવી ઓળખ આપી છે. આ કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને વિશેષ પ્રાથમિકતા આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે   નરેન્દ્ર મોદીએ ગુજરાતને દેશના વિકાસ મોડલ તરીકે સ્થાપિત કર્યું છે. જોકે તેમ છતાં અમુક એવા વિષયો પણ હતા, જે તેમની પહોંચની બહાર હતા.

કેન્દ્ર સરકારની સીધી દખલગીરી હોય અને જે વિષયો ગુજરાત માટે મહત્વના હતા. પરંતુ યુપીએની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે તેના પર ખાસ ધ્યાન આપ્યું ન હતું. આવી સ્થિતિમાં, વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા, ત્યારે તે પ્રશ્ર્નોેના નિરાકરણને અંગે ગુજરાતની સરકાર અને લોકોમાં આશા બંધાઇ હતી અને તે પ્રમાણે થયું પણ ખરું!

વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ તુરંત જ તેમણે ગુજરાતને લગતા તે તમામ વિષયો પર ઝડપી નિર્ણયો લીધા જે ઘણા વર્ષોથી પેન્ડિંગ હતા. ઉદાહરણ તરીકે, ગુજરાત વર્ષોથી સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપવા માંગ કરી રહ્યું હતું. વડાપ્રધાન બનતાની સાથે જ 17 દિવસની અંદર આ વિષય પર તેમણે મંજૂરી આપી હતી. એવી જ રીતે, કેન્દ્ર પાસેથી ગુજરાતની નિકળતી ક્રૂડ ઓઈલની રોયલ્ટીનો પ્રશ્ન પણ દૂર કર્યો અને ગુજરાતના હિસ્સાની રકમ રાજ્યને સોંપવાનો પણ આદેશ કર્યો હતો.

(1) વડાપ્રધાન બન્યાના 17 દિવસની અંદર,   નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની ગુજરાતની લાંબા સમયથી માંગણીને મંજૂરી આપી દીધી હતી. આ પ્રોજેક્ટ ગુજરાતની જીવાદોરી ગણાય છે.મંજુરી બાદ, આ  વિષય માટે રચાયેલી સમિતિએ વધુ કાર્ય પૂર્ણ કર્યું અને આ પ્રોજેક્ટને લગતા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોની સમસ્યાઓનું નિરાકરણ કર્યા પછી અને તેમની સંમતિથી આખરે 16 જૂન 2017ના સરદાર સરોવર ડેમના તમામ દરવાજા બંધ કરી દીધા હતા. ડેમના દરવાજા બંધ થવાથી આ ડેમની ક્ષમતા 3.75 ગણી વધીને 4.73 મિલિયન ક્યુબિક મીટર થઈ છે.

(2) વડાપ્રધાન બન્યા પછી,  નરેન્દ્ર મોદીએ માર્ચ 2015 માં ક્રૂડ ઓઇલની રોયલ્ટી સાથે સંબંધિત અન્ય એક મોટા મુદ્દાને ઉકેલવા માટે નિર્ણય કર્યો. તેમાં કેન્દ્ર સરકારને ગુજરાતના રૂ. 763 કરોડ ગુજરાત સરકારને ક્રૂડ ઓઇલ રોયલ્ટી તરીકે આપવામાં આવશે. ગુજરાત માટે આ મોટો નિર્ણય એટલા માટે પણ છે કારણ કે તે સમયે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો. પરંતુ, તેમ છતાં,   નરેન્દ્ર મોદીએ ગુજરાતની જરૂરિયાતો અને હિતોને પ્રાધાન્ય આપીને આ મુદ્દાનું નિરાકરણ કર્યું અને ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ. 800 કરોડ આપવાનું નક્કી કર્યું.

(3) ગુજરાતમાં લાંબા સમયથી એવી માંગ ઉઠી રહી છે કે રાજ્યમાં એઈમ્સ જેવી હોસ્પિટલ હોવી જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતની આ જરૂરિયાતને સારી રીતે સમજતા હતા. આ જ કારણ છે કે જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે આ વિષયને પ્રાધાન્ય આપ્યું હતું અને ગુજરાતના રાજકોટમાં એઈમ્સની સ્થાપનાને મંજૂરી આપી હતી.

(4) લાઇટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે, જેના અંતર્ગત સ્થાનિક આબોહવા અને ઇકોલોજીને ધ્યાનમાં રાખીને લોકોને કાયમી આવાસ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે જે રાજ્યોની પસંદગી કરવામાં આવી છે તેમાં ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સસ્તા અને મજબૂત મકાનો બનાવવામાં આવે છે. આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ બનેલા તમામ મકાનો સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક હશે. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેકટ હેઠળ 1144 આવાસો બનાવવામાં આવી રહ્યા છે.

(5) બુલેટ ટ્રેનના સ્વરૂપમાં  નરેન્દ્ર મોદીએ ગુજરાતને એક મોટી ભેટ આપી છે. ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ, આ બંને એવા પ્રથમ શહેરો બનશે જે ઝડપી ગતિએ દોડતી બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે. 14 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન   નરેન્દ્ર મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી શિંજો આબેની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

(6) સ્ટેચ્યુ ઑફ યુનિટી આજે ગુજરાતની એક નવી ઓળખ બની ગયું છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ આ વિશાળકાય મૂર્તિને જોવા માટે આવે છે. આ પ્રવાસન સ્થળની મુલાકાત માટે વધુ એક મોટી સુવિધા ઉભી કરવા માટે   નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2021ના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. તેનાથી ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવાનું હવે વધુ સરળ થઈ ગયું છે.

(7) નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી  ને રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. આ માટે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી કિશન રેડ્ડીએ લોકસભા અને રાજ્યસભામાં વિશેષ બિલ પાસ કર્યું. વડાપ્રધાન બન્યા પછી તેમણે તેને રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપીને તેના મહત્વ અનેકગણું વધારી દીધું છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને પણ રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપ્યો. લગભગ 175 વર્ષ જૂની આ સંસ્થાને માનદ ઉપાધિ મળતાની સાથે જ હવે તેને શૈક્ષણિક સ્વાયત્તતા પણ પ્રાપ્ત થશે.

(8)   ગુજરાત પહેલેથી જ સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનનું કેન્દ્ર રહ્યું છે. આ જ કારણે તેમણે સપ્ટેમ્બર 2018માં ગુજરાતના વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી (નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ)ની ભેટ આપી. 5 સપ્ટેમ્બર, 2018ના રોજ ‘શિક્ષક દિન’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું.

(9) 19 એપ્રિલ, 2020ના રોજ   વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ઠઇંઘના ડાયરેક્ટર જનરલ  ટેડ્રોસ ગેબ્રેયસસ, મોરેશિયસના વડાપ્રધાન  પ્રવિંદ કુમાર જગનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જામનગરમાં ઠઇંઘ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કર્યો. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં ગુજરાત પારંપરિક સારવાર પદ્ધતિમાં પણ વિશ્વનું કેન્દ્ર બનશે.

(10) આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ પણ શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકોટ શહેરને આપી છે. રાજકોટમાં આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રૂ.1405 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. રાજકોટ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. સાથે જ તે સૌરાષ્ટ્રની કમર્શિયલ રાજધાની પણ છે. રાજકોટ અને તેની આસપાસના વિસ્તાર મેન્યુફેક્ચરિંગ હબ છે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયા પછી આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં રોજગાર મળવાની અપેક્ષા તો છે જ, પણ તેની સાથે એક્સપોર્ટને પણ ખૂબ પ્રોત્સાહન મળશે.

(11)  નરેન્દ્ર મોદી દેશના એકમાત્ર એવા નેતા છે કે જેમણે કેન્દ્રની કૂટનીતિ હેઠળ વૈશ્વિક નેતાઓ સાથે બેઠકો માટે નવી દિલ્હીની બહાર દેશના વિવિધ રાજ્યોને પ્રાથમિકતા આપી છે. તેમાંથી તેમણે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. વિવિધ વૈશ્વિક નેતાઓની ગુજરાત મુલાકાતને કારણે ગુજરાતનો વિકાસ, ગુજરાતની મહેમાનગતિ અને ગુજરાતની સંસ્કૃતિ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની હતી.

8 વર્ષમાં શું મહત્વના સુધારાઓ જોવા મળ્યા?

જીડીપી

નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.  તે સમયે દેશનો જીડીપી વૃદ્ધિ દર 7.4 ટકા હતો.  2016 સુધીમાં તેમાં વધારો થયો.  તે સમયે તે વધીને 8.3 ટકા થયો હતો.  2017 થી તેમાં ઘટાડો થવા લાગ્યો.  2019માં જીડીપી વૃદ્ધિ દર ઘટીને ચાર ટકા પર આવી ગયો હતો.  2020 માં, કોરોનાની અસરને કારણે જીડીપી વૃદ્ધિ દર નકારાત્મક થઈ ગયો.  તે સમયે આ દર 7.3 ટકાના સ્તરે પહોંચી ગયો હતો.  ત્યારે ભારતની જીડીપી રૂ. 112 લાખ કરોડથી વધુ હતી.  આજે ભારતની જીડીપી 232 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

ફોરેન એક્સચેન્જ

મે 2014 માં, દેશનો વિદેશી વિનિમય અનામત 312 બિલિયન નજીક હતી. જે સતત વધતો રહ્યો અને 600 બિલિયન ડોલરને પાર કરી ગયો.  જો કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને તે 13 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં લગભગ 593 બિલિયન ડોલરના સ્તરે પહોંચી ગયો છે.  આઠ વર્ષમાં પ્રથમ વખત તે 600 બિલિયન ડોલરની નીચે આવી ગયું છે.  પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પ્રથમ છ વર્ષ દરમિયાન લગભગ 155 અબજ ડોલરના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો હતો.

સેન્સેક્સ

છેલ્લા આઠ વર્ષમાં ભારતીય શેરબજારે પણ નવા રેકોર્ડ બનાવ્યા છે.  મોદીએ સત્તા સંભાળી તે પહેલાં, બીએસઇ સેન્સેક્સ 24-25 હજારની રેન્જમાં જોવા મળ્યો હતો, જે મોદીના શાસન દરમિયાન 60 હજારનો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો.  બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ઇન્ડેક્સ 19 ઓક્ટોબર, 2021ના રોજ 62,245.43ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.  જો કે મંગળવારે તે 54,053ના સ્તરે બંધ રહ્યો હતો.  જો આપણે ડેટા પર નજર કરીએ તો, બેન્ચમાર્ક ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ 22 મે 2022 ના રોજ લગભગ 118 ટકા વધીને 54,053 ના સ્તરે પહોંચ્યો હતો, જે મોદીના કાર્યકાળ દરમિયાન 26 મે 2014 ના રોજ 24,716 સ્તર હતો.

માથાદીઠ આવક

માથાદીઠ આવકના સ્તર પર નજર કરીએ તો છેલ્લા આઠ વર્ષમાં તે ઝડપથી વધી છે.  જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે માથાદીઠ વાર્ષિક આવક 79 હજાર રૂપિયા હતી જે હવે 1.50 લાખ રૂપિયા થઈ ગઈ છે.

Untitled 1 845

  • આઠ વર્ષમાં મોદી સરકાર પર એક પણ દાગ ન લાગ્યો મંત્રીઓ પાસેથી કામ લેવાની તેઓની આવડત કાબેલીદાદ
  • આઠ વર્ષ પહેલાંની ઐતિહાસિક ક્ષણ
  • આઠ વર્ષમાં ભારતની શકલ ફરી ગઇ એક સમયે પાછલી હરોળમાં રહેતું ભારત આજે ફ્રન્ટ લાઇનર
  • પોતે 16 થી 18 કલાક કામ કરે છે! ચહેરા પર કયારેય થકાવટ નહી તમામ પ્રોજેકટનું જાત નિરીક્ષણ કરે છે

8 વર્ષમાં મોદી સરકારે લીધેલા 8 મોટા નિર્ણયો

નોટબંધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ રાત્રે 8 વાગ્યે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી.  વડાપ્રધાનના આ નિર્ણયની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. નોટબંધીની જાહેરાત સાથે, 85 ટકા ચલણ પળવારમાં કાગળમાં ફેરવાઈ ગયું.  સરકારે 500 અને 2000ની નવી નોટો બહાર પાડી.  આખો દેશ તેમને મેળવવા માટે લાઇનમાં ઊભો હતો.  નોટબંધીના 21 મહિના પછી, રિઝર્વ બેંકનો રિપોર્ટ આવ્યો કે નોટબંધી દરમિયાન રિઝર્વ બેંકમાં જમા કરાયેલી 500 અને 1000ની નોટોની કુલ કિંમત 15.31 લાખ કરોડ રૂપિયા હતી.  નોટબંધીના સમયે દેશમાં 500 અને હજારની કુલ 15.41 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.  એટલે કે 99.3% નાણા રિઝર્વ બેંકને પરત કરવામાં આવ્યા હતા.

સર્જિકલ સ્ટ્રાઈક

18 સપ્ટેમ્બર 2016ના રોજ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.  જેમાં 19 જવાનો શહીદ થયા હતા.  14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાનોએ જીવ ગુમાવ્યો હતો.  બંને હુમલા બાદ ભારતે સરહદ પાર જઈને દુશ્મનને પાઠ ભણાવ્યો હતો. 28 સપ્ટેમ્બર 2016 ના રોજ, ઉરી આતંકવાદી હુમલાના 10 દિવસ પછી, ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા.  26 ફેબ્રુઆરી 2019 ના રોજ, પુલવામા હુમલાના 12 દિવસ પછી, ભારતીય વાયુસેનાના મિરાજ અને સુખોઈ વિમાનોએ પાકિસ્તાનમાં પ્રવેશ કરીને હવાઈ હુમલો કર્યો. સર્જિકલ સ્ટ્રાઈકથી આતંકવાદ સામેની ભારતની લડાઈ પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો.  તે જ સમયે, એર સ્ટ્રાઈકથી ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની છબી મજબૂત થઈ.  2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોદી સરકારને ઘણો ફાયદો થયો અને તે ફરી સત્તામાં આવી.

જીએસટી

કેન્દ્ર સરકારે 1 જુલાઈ, 2017 ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યો.  2014 માં, નરેન્દ્ર મોદી સરકાર ફરીથી ઘણા ફેરફારો સાથે બંધારણ સંશોધન બિલ લાવ્યું.  આ બિલ ઓગસ્ટ 2016માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.  12 એપ્રિલ 2017 ના રોજ, સંસદે પસાર કર્યા પછી જીએસટી સંબંધિત ચાર બિલોને રાષ્ટ્રપતિની સંમતિ મળી.   જ્યાં પહેલા દરેક રાજ્ય તેના અલગ અલગ કર વસૂલતા હતા.  હવે માત્ર જીએસટી લેવામાં આવે છે.  અડધો ટેક્સ કેન્દ્ર સરકાર અને અડધો રાજ્યોને જાય છે.  વસૂલાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.  બાદમાં રાજ્યોને પૈસા પરત કરે છે.  જો કે, રાજ્યોની વધારાની આવકની માંગને પહોંચી વળવા પેટ્રોલિયમ ઉત્પાદનો અને આબકારી હજુ પણ જીએસટીના દાયરાની બહાર છે.

ટ્રિપલ તલાક

ભારતમાં ટ્રિપલ તલાક અંગેની ચર્ચા ઘણી જૂની છે.  તેની શરૂઆત 1985ના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી થાય છે.  2016માં ટ્રિપલ તલાકની ચર્ચા ફરી ગરમાઈ. 2019માં વટહુકમ લાવવામાં આવ્યો હતો.  તે જ વર્ષે, સરકારે ફરી એકવાર લોકસભા અને રાજ્યસભામાં બિલ રજૂ કર્યું.  આ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવા કાયદાને લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાના આ નિર્ણયને મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળ્યું, જ્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો.  જો કે, તેની કેટલીક હકારાત્મક અસરો જોવા મળી હતી.  કાયદા અનુસાર, જો કોઈ મુસ્લિમ પુરુષ તેની પત્નીને ત્રણ વાર તલાક કહીને સંબંધ તોડી નાખે છે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.  આના કારણે ટ્રિપલ તલાકના કેસ ઘટીને 5%-10% થઈ ગયા છે.

કલમ 370 રદ

કલમ 370નો મુદ્દો પણ ભારતની આઝાદી સાથે શરૂ થયો.  1948માં જમ્મુ અને કાશ્મીરના રાજા હરિ સિંહે ભારતમાં વિલીનીકરણ કરતા પહેલા વિશેષાધિકારની શરત મૂકી હતી.  જમ્મુ અને કાશ્મીર ભારતનો હિસ્સો હોવા છતાં અલગ રહ્યું.  રાજ્યએ પોતાનું અલગ બંધારણ બનાવ્યું.  ભારતના અમુક કાયદા જ ત્યાં લાગુ હતા.  2019 માં ચૂંટણી જીત્યા પછી, મોદી સરકારે 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 નાબૂદ કરી. હવે જમ્મુ-કાશ્મીરમાં પણ કેન્દ્રના તમામ કાયદા લાગુ છે.  મનરેગા, રાઈટ ટુ એજ્યુકેશનનો પણ અમલ કરવામાં આવ્યો.  જો કે, આ કાયદાના અમલીકરણની કેટલીક પ્રારંભિક નકારાત્મક અસરો પણ જોવા મળી હતી.  કેટલાક રાજકીય પક્ષોએ તેનો બહિષ્કાર કર્યો હતો.  તે જ સમયે, રાજ્યમાં લાંબા સમયથી ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સીએએ

ભારતમાં લાંબા સમયથી પડોશી દેશોમાં અત્યાચાર ગુજારવામાં આવતા હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન લઘુમતીઓનો મુદ્દો ઉઠી રહ્યો છે.  અગાઉ, આ દેશોમાં અત્યાચારનો ભોગ બનેલા લઘુમતી શરણાર્થીઓને ભારતમાં નાગરિકતા મેળવવા માટે 11 વર્ષ પસાર કરવા પડતા હતા.  અગાઉ તેમને દેશમાં પ્રાથમિક સુવિધાઓ પણ મળતી ન હતી.  તેને સરળ બનાવવા માટે, જાન્યુઆરી 2019 માં, તેનાથી સંબંધિત બિલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું.  16મી લોકસભાનો કાર્યકાળ રાજ્યસભામાં પસાર થતા પહેલા જ સમાપ્ત થઈ ગયો હતો.  લોકસભાના વિસર્જન સાથે, આ બિલ પણ રદ કરવામાં આવ્યું હતું.  17મી લોકસભાની રચના બાદ મોદી સરકારે આ બિલ નવેસરથી રજૂ કર્યું હતું.  આ બિલ 10 ડિસેમ્બર 2019ના રોજ લોકસભામાં અને 11 ડિસેમ્બર 2019ના રોજ રાજ્યસભામાં પસાર થયું હતું.  તે 10 જાન્યુઆરી 2020 ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું.ઘણા વર્ષોથી ભારતમાં શરણાર્થી તરીકે રહેતા લોકો માટે ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ સરળ બન્યો.  જો કે સરકાર નિયમો બનાવવામાં નિષ્ફળ રહી છે.  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું કહેવું છે કે તેઓ કોરોના રોગચાળો સમાપ્ત થયા પછી તાત્કાલિક અસરથી આ કાયદો લાગુ કરશે.

ડિજિટલ અર્થતંત્ર

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ  સેવા 11મી એપ્રિલ 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી.  તેને નોટબંધીના નિર્ણયથી સૌથી વધુ ફાયદો થયો.  દેશમાં ડિજિટલ અર્થવ્યવસ્થામાં ઝડપી વૃદ્ધિ થઈ છે. નોટબંધી પછી, સરકારનો સંપૂર્ણ ભાર ડિજિટલ ચલણ વધારવા અને ડિજિટલ અર્થતંત્ર બનાવવા પર ફેરવાઈ ગયો.  ન્યૂનતમ રોકડનો ખ્યાલ આવ્યો.  ડિજિટલ વ્યવહારો વધ્યા.  2016-17માં 1013 કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતા.  જે 2017-18માં વધીને 2,070.39 કરોડ અને 2018-19માં રૂ. 3,133.58 કરોડના ડિજિટલ વ્યવહારો થયા.  2019-20માં આ આંકડો વધીને રૂ. 5,554 કરોડ થયો છે.  ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં આ વધારો કોરોનાના સમયગાળામાં પણ ચાલુ રહ્યો અને 2021-22માં ડિજિટલ વ્યવહારો 33 ટકા વધીને 7,422 કરોડના આંકડાને સ્પર્શી ગયા.

રામ મંદિર નિર્માણ

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ, જે ભારતની આઝાદી પહેલા ચાલી રહ્યો હતો, તે 9 નવેમ્બર 2019 ના રોજ સમાપ્ત થયો, જ્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલાના બેસવાના અધિકારને માન્યતા આપી.  બીજી તરફ મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રામ મંદિરનો વધુ એક ફાયદો કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી રામાયણ સર્કિટ યોજના હોવાનો અંદાજ છે.  આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દેશના તમામ સ્થળોને જોડવાનો છે જ્યાં ભગવાન રામે મુલાકાત લીધી હતી અને જે રામાયણ સંબંધિત પૌરાણિક કથાઓને કારણે પ્રખ્યાત છે.  રામાયણ સર્કિટ એ 13 થીમ આધારિત પ્રવાસન સર્કિટમાંથી એક છે જે પ્રવાસન મંત્રાલય દ્વારા સ્વદેશ દર્શન યોજના હેઠળ વિકસાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.