Abtak Media Google News

કાશ્મીરના ઉધમપુર ડબલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકીઓની ધરપકડ: પાકિસ્તાન કનેક્શન ખુલ્યું

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં તાજેતરમાં થયેલા બે વિસ્ફોટોના સંબંધમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે. તારીખ 28 અને 29 સપ્ટેમ્બરના રોજ આઠ કલાકની અંદર પાર્ક કરેલી બે બસોમાં વિસ્ફોટો એવા સમયે થયા જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા દળોને 4 ઓક્ટોબરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતની બે દિવસીય મુલાકાતને ધ્યાનમાં રાખીને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા. 28 સપ્ટેમ્બરે રાત્રે લગભગ 10:30 વાગ્યે ડોમેલ ચોક ખાતે પેટ્રોલ પંપ પાસે બસમાં થયેલા પ્રથમ વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા હતા, જ્યારે બીજા વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ ન હતી. વિસ્ફોટ ઉધમપુરમાં બીજા દિવસે સવારે લગભગ 6 વાગ્યે બ્લાસ્ટ થયો હતો.

તપાસ દરમિયાન એક ડઝનથી વધુ શકમંદોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેમાંથી બેની વિસ્ફોટોના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી, તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીર ડીજીપીએ કહ્યું હતું કે, અમે આરોપીની ધરપકડ કરી છે અને તેણે ઉધમપુર બ્લાસ્ટની કબૂલાત કરી છે. આ પહેલા પીએમ મોદીની મુલાકાત દરમિયાન પોલીસની સતર્કતાના કારણે જૈશના 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને તેમના મોડ્યુલને નષ્ટ કરવામાં આવ્યા હતા. આ વખતે તે લશ્કર મોડ્યુલ છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે, 3 બોમ્બ સહિત 5 આઈઇડી મળી આવ્યા છે. આ મોડ્યુલ સાથે જૈશ મોડ્યુલ પણ જોડાયેલું હતું અને ઝાકિર હુસૈન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને એક બોમ્બ મળી આવ્યો છે. એડીજીપીએ કહ્યું, મોહમ્મદ અમીન ભટ આ વિસ્ફોટોમાં સામેલ છે. તે પાકિસ્તાનમાં સ્થાયી થયો છે. તેણે સોશિયલ મીડિયા એપ દ્વારા અસલમ શેખ નામના આતંકવાદીનો સંપર્ક કર્યો અને તેને ડ્રોન દ્વારા 3 સ્ટિકી બોમ્બ અને 4 નવા આઈઈડી આપ્યા હતા.

સંઘ અને ભાજપના નેતાઓ પર આત્મઘાતી હુમલાનું કાવતરૂ ઘડનારા 3 ગદ્દારો ઝડપાયા

હૈદરાબાદ પોલીસે રવિવારે ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી જેઓ કથિત રીતે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ઈશારે શહેરમાં ફિદાયીન હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચાર ગ્રેનેડ, રૂ. 5.41 લાખની રોકડ અને એક મોટરસાઇકલ જપ્ત કરી છે.  હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે આ માહિતી આપી હતી.ધરપકડ કરાયેલા લોકોની ઓળખ મૂસરામબાગના અબ્દુલ જાહિદ, સૈયદાબાદના મોહમ્મદ સમીઉદ્દીન અને હુમાયુ નગરના માઝ હસન ફારૂક તરીકે કરવામાં આવી છે.

સી વી આનંદે કહ્યું છે કે, ઝાહિદને ચાર ગ્રેનેડનું ક્ધસાઈનમેન્ટ મળ્યું હતું અને તે હૈદરાબાદમાં આતંકી હુમલાને અંજામ આપવા જઈ રહ્યો હતો.  કમિશનરે કહ્યું કે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને મલકપેટમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર, ઝાહિદ અગાઉ હૈદરાબાદમાં આતંકવાદ સંબંધિત અનેક કેસોમાં સામેલ હતો, જેમાં હૈદરાબાદ સિટી પોલીસ કમિશનરની ટાસ્ક ફોર્સ ઓફિસ બેગમપેટ પર 2005 માં થયેલા આત્મઘાતી હુમલાનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય ગદ્દારો દશેરા નિમિત્તે સાર્વજનિક કાર્યક્રમમાં આત્મઘાતી હુમલો કરી ભાજપ અને આરએસએસના નેતાઓને ટાર્ગેટ બનાવવાના હતા તેવી કબૂલાત પણ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.