Abtak Media Google News

નાણાકીય સંસ્થાઓના ભંડોળને માળખાગત સુવિધા માટે રોકાણ ઉપયોગી બનાવી અર્થતંત્રને વેગ અપાશે

૨૦૧૯માં ગુજરાતમાં થનાર વાઈબ્રન્ટ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ વખત વિવિધ પબ્લીક ફંડને રોકાણમાં ફેરવવા અંગે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં સંબોધન કરશે મોદી વેલ્થ ફંડ, પેન્શન ફંડ જેવા ભંડોળોને રોકાણ માટે ઉપયોગી બનાવવા અંગે વિવિધ ચર્ચાઓને વેગ અપાશે. જેમ ભંડોળો ભેગા કરાયા છે.

તેને રોકાણથી લઈ માળખાગત સુવિધા માટે ઉપયોગમાં લઈ અર્થતંત્રને વેગ આપી રૂપીયાની તરલતા વધારાશે એડિશનલ ચીફ સેક્રેટરી અરવિંદ અગ્રવાલે કહ્યું કે વિવિધ ૨૭ સંસ્થાઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. યુનિયન ફાયનાન્સ મિનિસ્ટ્રી, ગુજરાત સરકાર અને ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડના સંયુકત ઉપક્રમે સમગ્ર આયોજન થનાર છે.

જેમાં તમામ સંસ્થાઓનાં ફાયનાન્સ નિષ્ણાંતો સાથે વન ટુ વન ચર્ચા કરવામાં આવશે. દેશના અર્થતંત્રને વેગ આપવામાં નાણાંકીય સંસ્થાઓનો મહત્વનો ફાળો હોય છે. ત્યારે મોદી લોકસભાની ચૂંટણી પહેલા રૂપીયાની તરલતા વધારી અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપશે.

એમ આર્થિક અને રાજનૈતિક મોરચે મોદી ડંકો વગાડશે ગત વર્ષની સરખામણીએ આ વર્ષ દેશની માથાદીઠ આવક ૭.૨ ટકા સુધી પહોચવાનીશકયતા કેન્દ્રએ વ્યકત કરી છે.જેથી રોકાણકારો અને નાણાંકીય રીતે પણ ભારતના અર્થતંત્રમાં સુધારો આવવાની શકયતાઓ છે.જેવી રીતે ચીન સૌથી ઝડપી વિકસતુ અર્થતંત્ર ધરાવે છે. તેમ આ વર્ષે ભારત ચીનને પણ પાછળ છોડી દે તેવી શકયતાઓ છે.

વાયબ્રન્ટ સમીટ ૨૦૧૯ ઉપર વિશ્ર્વભરની નજર રહેશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપવા કોન્ફરન્સમાં મહત્વની ચર્ચાઓ નીતિ ઘડતર માટે ઉપયોગી બનશે. કેન્દ્ર સરકારે ૫ વર્ષ દરમિયાન જે કાંઈ કામો કર્યા છે.

તેને કારણે નાણાકીય સંસ્થાઓને ખર્બોમાં ભંડોળ એકઠુ થયું છે જેનો ઉપયોગ રોકાણ તરીકે એરપોર્ટ નિર્માણ, શોપીંગ સેન્ટર, રેલવે, રોડ પરિવહન તેમજ અર્બન ઈન્ફાસ્ટ્રકચરમાં કરીને દેશમાં વિવિધ માણખાગત ઉદ્યોગોને વેગ અપાશે.

સમીટમાં એક્ઝિબીશન મારફતે ગુજરાતના સૌથી મેગા પ્રોજેકટનું લોકાર્પણ પણ કરવામાં આવશે તેમજ ડિસ્પ્લે અને એકસપલેશન મારફતે વિવિધ વિકાસના કાર્યો કરવામાં આવશે. આ સમીટમાં રીઝર્વ બેન્કના ગવર્નર શશીકાન્ત દાસ, ફાયનાન્સ મિનીસ્ટ્રી સેક્રેટરી સુભાષચંદ્ર ગર્ગ પણ ઉપસ્થિત રહેશે.

આ કોન્ફરન્સમાં માત્ર ભારતના જ નહીં વિદેશની લીડીંગ નાણાકીય સંસ્થાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમીટ ૨૦૧૯માં જાપાનની ગર્વમેન્ટ પેન્શન ફંડ કોલંબીયાની ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન, ઓન્ટેરીયો મ્યુનિસિપલ એમ્પલોયમેન્ટ રીટાયર્ડમેન્ટ સીસ્ટમ, પીએસપી ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન, એશિયન ઈન્ફાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક સહિતના દેશોના પ્રતિનિધિઓ ગુજરાતની વાયબ્રન્ટ સમીટમાં ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.