‘મોદીજી કી બેટી’ ફિલ્મ યુવાધનમાં દેશદાઝ જગાવશે

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલી સુપરહીટ સ્ટાર કાસ્ટ ટીમને ફિલ્મની સફળતાનો આત્મવિશ્ર્વાસ

મોદીજી કી બેટી ફિલ્મની સ્ટારકાસ્ટ અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવતા સંપૂર્ણ ટીમમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો તેમજ 14 ઓક્ટોબરથી સિનેમા ઘરોમાં પ્રસ્તુત થવા જઈ રહી છે જે ફિલ્મ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પુત્રી હોવાનો દાવો કરતું કોમેડી ડ્રામા ફિલ્મ આવી રહી છે જેમાં હકારાત્મક રોલ સાથે સાથે નકારાત્મક રોલ પણ ધૂમ મચાવા જઈ રહ્યો છે ત્યારે સંપૂર્ણ ફિલ્મ દ્વારા હાસ્યસ્પદ વાતાવરણ ઊભું થઈ જશે. ફિલ્મની પ્રગતિ માટે સોશિયલ મીડિયાના યુઝર તેમજ યુ- ટ્યૂબ તુવે ચેનલ તેમજ ફેન્સ ટ્રેલરને ખૂબ પસંદ ગીતા પડે તેવી અનોખી ફિલ્મ પ્રસ્તુત થવા જઈ રહી છે.

અબ તકના માધ્યમથી ફિલ્મના ડિરેક્ટર, કલાકાર તેમજ અભિનેત્રી દ્વારા અનોખી વાતચીત અને ફિલ્મ ને આનંદપૂર્વક માણવા લાયક દર્શાવી છે જેમાં તમામ દર્શકોને ટ્રેલરના ભાગરૂપે અંશ રજૂ કરાયેલો છે. સંપૂર્ણ ફિલ્મ હાસ્યાસ પદ હોય ને તેમના અંશના ભાગરૂપે એટલે કે ટ્રેલરમાં આતંકીઓ પીએમ મોદીની છોકરીનું અપહરણ કરી પાકિસ્તાન લઈ જવા માંગે છે તે અર્થે આતંકીઓ અને ઊભું થનાર વાતાવરણ વચ્ચે ખૂબ જ હાસ્યાસ પદ ડાયલોગ ડિલિવરી તેમજ અનોખા અભિવાદનો સાથે ફિલ્મ પ્રસ્તુત થનાર છે. આમ ’મોદીજી કી બેટી’ ફિલ્મ પ્રસ્તુત થનાર માટે તમામ સહયોગી ફિલ્મ ટીમ તથા રાજકોટના અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલ સ્ટારકાસ્ટે અભિવાદન સાથે આભાર માન્યો હતો.