Abtak Media Google News

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા!!!

માંડવીમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક અને ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે

કચ્છમાં અત્યારે રણ મહોત્સવ ચાલી રહ્યોં છે. ત્યારે કહેવાનું મન થાય ને કે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા….ત્યારે હવે આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરના રોજ મોદી કચ્છમાં ડેરા નાખશે અને બે મેગા પ્રોજેકટનો પાયો નાખશે.

તાજેતરમાં જ કોરોના વેક્સીન મુદ્દે પીએમ મોદીએ અમદાવાદના ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત કરી હતી. ત્યારે હવે ફરીથી પીએમ મોદી ગુજરાત આવવાના છે. કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત આગામી તા.૧પ ડિસેમ્બરે કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આ વિગતો આપતાં મુખ્યમંત્રી વિજય રૂપણીએ કહ્યું કે, કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે. પ્રધાનમંત્રી આ પાર્કના ખાતમૂર્હત ઉપરાંત માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે. આ ડિસેલીનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે. દહેજમાં હાલ આવો એક ડિસેલીનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાતમાં વિકાસના નવા પ્રકલ્પો-સોપાનો આપણે વડાપ્રધાનના હસ્તે શરૂ થઈ રહ્યા છે. જેમાં સી-પ્લેન, રો-પેક્ષ ફેરી સર્વિસીસ, કેવડીયા ખાતે અનેક નવા પ્રોજેક્ટસ તેમજ ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના સંપન્ન થયા બાદ હવે વધુ નવા બે પ્રોજેકટસના પ્રધાનમંત્રીના કર કમલથી ભૂમિપૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.