Abtak Media Google News

રામ મંદિરનો શિલાન્યાસ અપશુક નીયાળ?

શંકરાચાર્યના વિરોધ સામે ટ્રસ્ટનો ખુલાસો રામમંદિરનો શિલાન્યાસ તો ૧૯૮૯માં થઈ ગયો, હવે વડાપ્રધાનના હસ્તે રામમંદિર બનાવવાના કામનો શુભારંભ થશે

કરોડો હિન્દુઓનાં આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી રામનું અયોધ્યામાં જન્મભૂમિ સ્થાન પર મંદિર બનાવવાનો માર્ગ સુપ્રીમ કોર્ટે ગત ૯મી નવેમ્બરના ઐતિહાસીક ચૂકાદા દ્વારા સાફ કર્યો છે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ કેન્દ્ર સરકારે રામમંદિર બનાવવા માટે શ્રી રમા જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી છે. દેશમા કોરોનાની મહામારીના કારણે વિલંબમાં પડયા બાદ તાજેતરમાં ટ્રસ્ટની એક બેઠક મળી હતી. જેમાં આગામી પાંચમી ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શિલાન્યાસવિધિ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રસ્ટ નકકી કરેલા શિલાન્યાસ વિધિના મૂહૂર્તના સમયને દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ અપશુકનીયાળ ગણાવીને આ સમયે થયેલી શિલાન્યાસ વિધિ વિનાશકારી સાબિત થશે તેમ જણાવતા વિવાદ ઉભો થવા પામ્યો છે.

Sankracharya

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની ગત શનિવારે મળેલી બેઠકમાં રામમંદિરની શિલાન્યાસ વિધિ આગામી પાંચમી ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવાનો નિર્ણય કરાયો હતો જે માટે ટ્રસ્ટ દ્વારા શિલાન્યાસ માટે બપોરે ૧૨ વાગ્યે ૧૫ મીનીટ અને ૩૨ સેક્ધડના અભિજીત મુર્હુતને પસંદ કરવામાં આવ્યું છે. આ મુર્હુત સામે દ્વારકાના શંકરાચાર્ય જગતગૂરૂ સ્વરૂપાનંદ સરસ્વતીએ ગઈકાલે વિરોધ નોંધાવ્યો છે. શંકરાચાર્યએ જણાવ્યું હતુ કે ભાદ્રપદ નક્ષત્રમાં કરવામાં આવનારૂ કોઈપણ શુભકાર્ય અશુભ અને વિનાશકારી સાબિત થાય છે. જેથી આ મૂહૂર્તના બદલે અન્ય શુભ મૂહૂર્તમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામમંદિરની શિલાન્યાસ વિધિ થવી જોઈએ તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે હું પણ રામભકત છું મંદિર કોઈ પણ બનાવે અમને આનંદ થશે પરંતુ મંદિર નિર્માણનો પ્રારંભ શુભ તિથિ અને શુભ મૂહૂર્તમાં થવો જોઈએ.

શંકરાચાર્યે વધુમાં જણાવ્યું હતુ કે રામમંદિર કંબોડીયાના અંકોરવારમાં આવેલા વિશ્ર્વના સૌથી મોટા હિન્દુ મંદિર સમાન ભવ્ય બનવું જોઈએ કારણ કે રામ મંદિર એકવાર બનવાનું છે. તેનો ભવ્ય અને વિશાળ બનાવીને તેનું ઐતિહાસીક મૂલ્ય ઉભુ કરવું જોઈએ જેથી આગામી પેઢી પણ રામમંદિરના નિર્માણ કાર્ય માટે થયેલા સંઘર્ષને યાદ રાખી શકે રામમંદિરના નિર્માણ માટે સદીઓથી આંદોલન ચાલતુ હતુ. હું ખુદ રામમંદિર આંદોલન માટે જેલમાં ગયો છે. રામમંદિરનું નિર્માણ કાર્ય યોગ્ય વ્યકિતના હાથે થવું જોઈએ અને રામમંદિર લોકોના પૈસાથી બની રહ્યું હોય તેના નિર્માણ કાર્ય કરતા પહેલા લોકોની ઈચ્છા પણ પૂછવી જોઈએ જેથી લોકોના ભાવ જોડાયેલો રહે છે.

શંકરાચાર્યના શિલાન્યાસના મૂહૂર્ત સામે વિરોધ સામે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયનદાસે જણાવ્યું હતુ કે અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ તો વર્ષ ૧૯૮૯માં કામેશ્ર્વર ચૌપાલના હસ્તે થઈ ચૂકયો છે. આગામી પાંચમી ઓગષ્ટે જે કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે યોજાનારો છે તે માત્ર મંદિર નિર્માણ કાર્યના શૂભારંભ માટે છે. સમગ્ર સંત સમાજની ઈચ્છાથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

અયોધ્યાનાસંત સમાજે શંકરાચાર્યના મૂહૂર્ત સામેના વિરોધ મુદે શાસ્ત્રાર્થ કરવાની તૈયારી પણ દર્શાવી છે. જેથી અયોધ્યામાં રામમંદિર માટે સદીઓ સુધી સંઘર્ષ ચાલ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટનાં હુકમથી રામમંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ થનારો છે. તેમાં પણ મૂહૂર્તના મુદે વિરોધ ઉભો થવા પામ્યો છે. જેનાથી આગામી સમયમાં સાધુસંત અને હિન્દુ સમાજમાં વિવાદ ઉભો થાય તેવી સંભાવના ઉભી થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.