Abtak Media Google News

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત મોહંમદ રફીના ગીતોએ ૬ વખત ફિલ્મ ફેર એવોર્ડ મેળવ્યો હતો. ૧૯૪૪ થી ૧૯૮૦ સુધી ૪૦ વર્ષમાં ર૬ હજારથી વધુ ગીતો ગાયા હતા

જાુના ફિલ્મ ગીતોનાં શોખીનો માટે મોહમ્મદ રફી નામ જ કાફી છે. ચાર દાયકાની કારકિર્દીમાં પ રાષ્ટ્રીય પુરસ્કાર અને છ ફિલ્મ ફેર એવોર્ડ જીત્યા છે… રફીસાહેબે શાસ્ત્રીય ગીતો, ભકિત ગીતો, એડ સોંગ, વીર સર, શરારતી, કવ્વાલીથી માંડીને ગઝલ, ભજનો, ધીમા ઉદાસ ગીતો તેમજ ઝડપી મસ્તી ભર્યા ગીતો ગાયા હતા.

રફીસાહેબે ભારતની વિવિધ ભાષાઓ જેવી કે હિન્દી, કોંકણી, ઉર્દૂ, ભોજપુરી, ઉડીયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, તેલુગુ, મધી, મૈથિલી, આસામી જેવી ભાષામાં શ્રેષ્ઠ ગીતો ગાયા છે. કેટલાક ગીતી અંગ્રેજી, પર્શિયન, સ્પેનિશ અને ડચ ગીતો પણ ગાયા હતા. તેમના વિશે કહેવાતું કે તમે કોઇ એક લાઇન બોલો એટલે તે તેને જાુદી જાુદી ૧૦૦ થી વધુ રીતે ગાયને બતાવી શકે.

૧૯૪૪માં રફી મુંબઇ આવ્યા જો ભીંડી બજારના ગીચ વિસ્તારમાં નાનાકડી રૂમમાં રહેતા હતા. બાદમાં કવિ તન્વીર નકવી એ તેમને એ જમાના નિર્માણા અબ્દુલ રશિદ કારદાર, મહોબુબ ખાન અને અભિનેતા દિગ્દર્શક નઝીર સાથે ઓળખાણ કરાવી. ચોપાટીના દરિયા કિનારે સવારે રિયાઝ કરતા હતા. શ્યામ સુંદર મુંબઇમાં હતા તેમણે જી.એમ. દુરાની સાથે ‘ગાંવકી ગોરી’ ફિલ્મમાં યુગલ ગીત ‘અજી દિલ હો કાબુમે…’ તક આપી જે હિન્દી ફિલ્મમાં રફીનું પ્રથમ ગીત હતું.

૧૯૪૪માં મહાત્મા ગાંધીની હત્યા બાદ હુશ્નલાલ ભગતરામ, રાજેન્દ્ર ક્રિશ્ર્ન, રફીના જુથે રાતો રાત ‘સુનો સુનો ઓ દુનિયાવાલે બાપુ કી યે અમર કહાની’ ગીત તૈયાર કર્યુ. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા આ ગીત ગાવા માટે ગાંધીજીના ઘરે બોલાવવામાં આવ્યા હતા. આજ વર્ષે સ્વતંત્રતા પર્વે રફી સાહેબને મેડલ અપર્ણ કરી સન્માન કરેલ હતું.આ પછી તો રફી સાહેબની નોન સ્ટોપ ગીતો શરૂ થયા જેમાં ૧૯૪૯ માં સંગીતકાર નૌશાદ સાથે ‘ચાંદની રાત’, દિલ્લગી અને શ્યામ સુંદર સાથે દુલારી,  બાઝાર, તેમજ હુશ્નલાલ ભગતરામ સાથે ‘મિના બઝાર’ફિલ્મમાં ગીતો ગાય. ‘હિન્દુસ્તાન કે હમ હૈ’ રફીનું નૌશાદ સાથેનું પ્રથમ ગીત હતું તેમણે બે ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો, જેમાં ૧૯૪૫માં ‘લૈલા મજનું’ તથા સમુહગાનમાં તેઓ રૂપેરી પરદે જોવા મળ્યા હતા.

૧૯૪૬માં શાહજહાન, અણમોલ ઘડી, ૧૯૪૭ માં જુગ્નુ જેવી ફિલ્મોમાં ગીતો ગાયા ભાગલા બાદ રફીસાહેબ ભારતમાં જ રોકાઇ જવાનો નિર્ણય કર્યો. રફીએ તે સમયના સાયગલ, તલક મહેમુદ અને જી.એમ. હુશેની ખુબ જ પ્રભાવિત થયા હતા. અબા બધાની શૈલી રફીમાં જોવા મળતી હતી ૧૯૫૯ માં હમ સબ ચોર હે, જે ૧૯૫૦ માં બેકસુર જેવી ફિલ્મોથી સફળતા મળવા લાગી.

ગુરૂવારે ૩૧ જુલાઇ ૧૯૮૦ના રોજ રાત્રે ૧૦.૫૦ કલાકે ભારે હ્રદય રોગના હુમલાથી અવસાન થયું હતું. તેમણે છેલ્લુ ગીત ફિલ્મ ‘આસ-પાસ’માં ‘શામ ફિર કર્યુ ઉદાસ કે દોસ્ત’મૃત્યુના થોડા કલાક અગાઉ જ લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે રેકોર્ડ કર્યુ હતું. તેઓને ચાર- પુત્રો ત્રણ પુત્રી સાથે ૧૮ પૌત્ર-પૌત્રીઓના પરિવાર છોડી ગયા હતા. મોહમ્મદ રફીના ચાહકો વર્ષમાં બે વાર… એક ર૪ ડિસેમ્બરે જન્મ દિને તથા ૩૧ જુલાઇ મૃત્યુ દિવસે તેમની કબર પર આવે છે. તેઓએ કદિ પણ મદ્યપાન કર્યુ ન હતું. અત્યંત ધાર્મિક અને ખુબ જ નમ્ર વ્યકિત હતા. ભારત સરકારે તેમના મૃત્યુ બાદ તેમના માનમાં બે દિવસની રજા જાહેર કરી હતી.

જાણીતા ગાયક મન્ના ડે એ તેમને બધામાંથી સર્વોત્તમ ગાયક તરીકે બિરદાવ્યા તો શમ્મીકપુરે કહ્યું કે મોહમ્મદ રફી વગર હું અધુરો છું. રફી જે કલાકાર માટે ગીત ગાતા તો આપણને એમ જ લાગે કે તે જ ગાય છે. જેમાં રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, દિલિપકુમાર, શશીકપુર, શમ્મીકપુર, જેવા વિવિધ કલાકારોનો સમાવેશ થાય છે. તેમના મૃત્યુ બાદ સાત ફિલ્મો તેમને અર્પણ કરાય જેમાં અલ્લાહરખા, મર્દ, કુલી, દેશપ્રેમી, નશીબ, આસપાસ અને હિરાલાલ-પન્નાલાલ હતી. ૧૯૬૭ માં તેમને પદ્મશ્રી  પુરસ્કાર અર્પણ કરાયો હતો. ૧૯૪૭માં હવસ ફિલ્મનાં ‘તેરી ગલિયો મે ના રખેંગો કદમ આજ કે બાદ’ગીત માટે શ્રેષ્ઠ ગાયકને એવોર્ડ અપાયો હતો.તેમને કેટલીક શ્રેષ્ઠ ફિલ્મના ગીતો આજે પણ સંગીતનાં ચાહકો ભૂલી શકયા નથી.. અર્થાત…. અમર છે !! ઓલ્ડ- ગોલ્ડ છે…૧૯૫૬ તુમસાનહી દેખા, ૧૯૬૧ ઘરાના, ૧૯૬૨ પ્રોફેસર, ૧૯૬૩ મેરે મહેબુબ, ૧૯૬૪ ચિત્રલેખા, ૧૯૬૫ કાજલ, ૧૯૬૫ દોસ્તી, ૧૯૬૬- આરઝુ, ૧૯૬૮ બ્રહ્મચારી, ૧૯૬૯ જીને કીરાહ, ૧૯૭૦ ખિલૌના જેવી હિટ ફિલ્મો સાથે શ્રેષ્ઠ ગીતો પણ સદૈવ યાદ રહેશે.

  • તેરી પ્યારી પ્યારી સુરત કો… સસુરાલ
  • ચૌદમી કા ચાંદ હો…. ચૌદવી ચાંદ
  • ચાહુંગા મેં તુ જે…..દોસ્તી
  • બહારો ફૂલ બરસાવો….સુરજ
  • બુલ કી દુવાએ લેતીજા….નીલકમલ
  • દિન ઢલ જાયે…..ગાઇડ
  • જિન્હે નાઝ હે હિન્દપર…પ્યાસા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.