ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ દ્વારા મોઈન મેમણનું સન્માન

ઉપલેટા Axis બેંક માં છેલ્લા ચાર વર્ષથી ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા મોઈન મેમણ (માણાવદરના રહેવાસી)નું આજે માંગરોળ મુકામે બ્રાન્ચ  જ્ઞાયફિશિંજ્ઞક્ષ ળફક્ષફલયિ તરીકે બઢતી સાથે બદલી નો ઓર્ડર આવતા આજે તેમનો ઉપલેટા અડ્ઢશત બફક્ષસ બ્રાન્ચમાં છેલ્લો દિવસ હોય તેમની ૪ વર્ષ ઉપલેટાના લોકો ને આપેલી સેવા  બહુ પ્રસનીય અને સારી રહી. આ કારણે આલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ ના સૌરાષ્ટ્ર ના કનવીનર યાસીન ડેડા દ્વારા તેમને શાલ અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની પિનથી સન્માન કરવામાં આવ્યું. આ તકે મેમન સમાજના અગ્રણી ઉદ્યોગપતિ હાજી રિયાઝ તાલુ વિશેષ ઉપસ્થિત રહીયા હતા.

આ સન્માન સમારંભમાં Axis Bank ઉપલેટાના શાખાના મેનેજર રિતેશ સંગવી પણ જોડાયા હતા.  હાજી રિયાઝ તાલુ અને યાસીન ડેડા દ્વારા મોઈન મેમણને ઉજવળ ભવિષ્યની વિશે ની દુવાઓ આપવામાં આવી હતી. રિતેશ સંગવી દ્વારા સંસ્થાના આવા કાર્યની પ્રસંશા કરવામાં આવી હતી.