કિડ્સ વીથ મોમ ફેશન શો’માં બાળકો સાથે મમ્મીઓનું વિવિધ શોભનીય પોષાકોમાં રેમ્પ વોક

 

અબતક્,રાજકોટ

બાલભવન રાજકોટ્ દ્વારા દર શનિવારે અવનવા વર્કશોપ , કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન થતું જ હોય છે . શનિવાર તા.8 જાન્યુ.એ  બાલસભ્યો સાથે મમ્મીઓએ ફેશન પરેડનો અહલાદક આનંદ માણ્યો હતો. જેમાં 45 જેટલાં બાળકો સાથે તેમાના મમ્મીઓએ અવનવા પરિધાન સાથે બાલભવનનાં સ્ટેજને શૃંગારીત કર્યું હતું.દુર્ગાબેન બાવિશી અને  ઉર્વિશાર્બન મોલિયા દ્વારા સતત ત્રણ દિવસ ફેશન પરેડની સમજ , ફેશન સેન્સ અને કોરીયોગ્રાફીની જહેમતને ભૂલકાઓ સાથે મમ્મીઓએ સ્ટેજ પરનાં પરફોર્મન્સથી પૂરવાર કરી અને બાલભવન રાજકોટનાં માનદ્ મંત્રી  મનસુખભાઇ જોષી તથા ઉપસ્થીત સર્વે પર અવનવી ફેશનનો પ્રભાવ દાખવ્યો હતો. બાલભવનનાં ટ્રસ્ટી  ડો . અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) તેમજ કિરીટભાઇ જોષી દ્વારા ભાગ લેનાર દરેકને શિલ્ડ, પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી સન્માનીત કરાયા હતા . કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું .બાલવન ખાતે બાળકો અને તેમના મમ્મી સાથેનો અનોખો ફેશન શોનો કાર્યક્રમ દ્વારા શહેરીજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બાળકો અને તેમની માતાઓએ જુદી-જુદી ડિઝાઇનના પહેરવેશ દ્વારા ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ફેશન શોમાં ભૂલકાઓ અને તેમની માતાઓએ વેસ્ટર્ન અને ટ્રેડિશનલ ડ્રેસીસ પહેરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.