મોનાલિસાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તેના ફોટોએ સોશિયલ મીડિયા કર્યું ગાંડુ

0
121

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટીવીની મશહૂર અભિનેત્રી મોનાલિસા આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તે વારંવાર તેની ગ્લેઇમરસ ફોટાના કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેના કોઈપણ ફોટા અથવા વીડિયો શેર કરે છે, તો થોડી જ ક્ષણોમાં વાયરલ થઈ જાય છે. મોનાલિસાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી.

આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેમની દરેક સ્ટાઇલની જેમ આ સ્ટાઇલ પણ ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે તેણે લાઇટ વાદળી રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે, અને વાળ ખુલ્લા રાખ્યા છે. ઉપરાંત, તેનો ન્યુડ મેકઅપ તેના લુકમાં ચાર ચાંદ લગાવે છે.

 

View this post on Instagram

 

A post shared by MONNALLISA (@aslimonalisa)


થોડા દિવસો પહેલા તેણે એક ફોટો ટ્રેડિશનલ લુકમાં શેર કર્યો હતો. જેમાં તેણે નારંગી રંગની સાડી પહેરી હતી. આમાં પણ મોનાલિસા ખૂબ જ સુંદર લાગી રહી છે. મોનાલિસાનું અસલી નામ અંતરા વિશ્વાસ છે. આ નામ બદલી તેણે મોનાલિસા નામ રાખ્યું. તે હાલમાં ટીવી સીરિયલ ‘નમક ઇશ્કા’માં જોવા મળી રહી છે. આ પહેલા પણ તે ‘નઝર’ સીરિયલમાં કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by MONNALLISA (@aslimonalisa)

મોનાલિસા બિગ બોસમાં જોવા મળી હતી. તે પછી તેની લોકપ્રિયતામાં વધારો થયો. બિગ બોસ શો છોડ્યા પછી, તેને વજન ઓછું કર્યું અને તે પહેલા કરતા પણ વધારે સુંદર દેખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here