Abtak Media Google News

સીવીસી ગ્રુપે અમદાવાદ ની ટીમને 5625 કરોડમાં ખરીદી

આગામી આઈપીએલ કે જે વર્ષ 2022માં રમાશે તેમાં કુલ ૧૦ ટીમો સહભાગી થશે . ગત સિઝનમાં પણ કુલ આઠ ટીમો જ રમી હતી પરંતુ હાલ આઇપીએલમાં જો વાત કરવામાં આવે તો આ આખી series પૈસા ઉપર જ રમાઈ રહી છે કહી શકાય કે પૈસા બોલતા હૈ અને જેન્ટલમેન ગણવામાં આવતી ક્રિકેટમાં પણ હાલ પૈસા નો ડબ્બો સતત જોવા મળી રહ્યો છે ત્યારે જે બે નવી ટીમો નું ગાયન આયુ તે બંને ટીમો આશરે 12 હજાર કરોડથી પણ વધુની રકમ મા વેચાઈ હોવાનું સામે આવ્યું છે. સૌથી મોટી વાત તો એ છે કે દેશની અને વિદેશની નામાંકિત મોટી કંપનીઓ ક્રિકેટ ટીમ ખરીદવા રસ દાખવી રહી છે.

આઈપીએલમાં આવતા વર્ષથી એટલે કે 2022 થી અમદાવાદ અને લખનઉની એમ બે ટીમ રમશે. જેથી હવે 10 ટિમો વચ્ચે 74 મેચ રમાસે. આમ આઇપીએલ હાલની આઠ ઉપરાંત થયેલા બીડિંગમાં સૌથી ઉંચા ભાવે રહીને સ્થાન પામેલ અમદાવાદ ટીમ અને લખનઉ ટીમ મળી દસ ટીમ વચ્ચે રમાશે.

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજીવ ગોયન્કાની માલિકીની આરપીએસજી ગ્રુપે 7000 કરોડથી વધુની બોલીમાં લખનૌ ફ્રેન્ચાઈઝી ખરીદી છે ત્યારે,  તે જ સમયે, CVC કેપિટલ પાર્ટનરને અમદાવાદની ફ્રેન્ચાઇઝી મળી છે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સીવીસી કેપિટલે રૂ. 5,000 કરોડથી વધુની બિડ સાથે બીજી આઈપીએલ ફ્રેન્ચાઈઝી ખરીદી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલની આગામી સીઝનમાં વધુ બે ટીમ સામે કરવાનો નિર્ણય કર્યો હતો. તે માટે બિડ મંગાવવામાં આવી હતી. અનેક કંપનીઓએ બિડ ભરી હતી. અમદાવાદની ટીમ ખરીદવા માટે અદાણી ગ્રુપ પણ સૌથી આગળ હતું. પરંતુ અંતે અમેરિકી સ્થિતસીવીસી કેપિટલ પાર્ટનર્સને અમદાવાદની ટીમ મળી છે. તો RPSG ગ્રુપ જે આ પહેલા આઈપીએલમાં પુણે સુપરજાયન્ટ્સનું સંચાલન કરી ચુક્યું છે તેણે લખનઉની ટીમ ખરીદી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.