- 4:30 લાખના 7.63 લાખ વસૂલ્યા બાદ વધુ 8.50 લાખની પઠાણી ઉઘરાણી કરનાર બે ભાઈઓ સામે નોંધાતો ગુનો
રાજકોટ તાલુકાના સરધાર ગામ નજીક આવેલા લોધીડા ગામે રહેતા યુવાને ગામના જ બે ભાઈઓ પાસેથી 10 ટકે સાડા ચાર લાખ રૂપિયા વ્યાજે લીધેલા તે પેટે 7.63 લાખ ચૂકવી આપ્યા બાદ વધુ 8.50 લાખ ની પઠાણી ઉઘરાણી કરી લોખંડના પાઇપ વડે યુવાનોને માર મારી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની આજે ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વધુ વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા સરદાર નજીક લોધીડા ગામે રહેતા સાગરભાઇ રમેશભાઈ ભાલીયા નામના કોળી યુવાને ગામના જ ભાવેશ મનસુખ સોલંકી અને તેનો ભાઈ વિપુલ મનસુખ સોલંકી એ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોખંડના પાઈપોલે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘરઘંટીના ચક્કરના ધંધાના કામે રૂપીયાની જરૂરીયાત હોય જેથી મેં અમારા ગામના રહેવાસી ભાવેશભાઈ મનસુખભાઈ સોલંકી પાસેથી રૂ.4.50,000/- માસીક 10% વ્યાજે લીધેલ. પરંતુ તે સમયે અમોએ પાર્ટશીપમાં ધંધો કરવા અંગેનું લખાણ કરેલ. ઉપરોક્ત રકમનું વ્યાજ હું દર મહીને રૂ.54,000/- આ ભાવેશભાઈ ને ચુકવતો હતો. અને મેં આ ભાવેશભાઈ ને કટકેન્કટકે ફોન-પે દ્વારા રૂ.4,13,000/- તથા રોકડા રૂ. 3,50,000/- ચુક વી આપેલ હતા. તેમ છતા આ ભાવેશભાઈ મારી પાસેથી રૂ.7,00,000/- ની માંગણી કરતા હોય જેથી મેં તેઓને વ્યા જ સહીત રૂપીયા આપી દીધેલ હોય તેમ જણાવેલ. જેથી આ ભાવેશભાઈ એ ઉપરોક્ત વ્યાજના રૂપીયાનો હવાલો તેનાભાઈ વિપુલભાઈ મનસુખભાઈ સોલંકી ને આપેલ હોય જેથી આ વિપુલભાઈ મને અવાર-નવાર તેના મો.નં.6352111 295 ઉપરથી ફોન કરી વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરતા હતા. અને રૂબરૂ અમારા ઘરે આવી પણ ઉઘરાણી કર તા હતા.
તા. 16/01/2025 ના સવારના આઠ વાગ્યે હું મારા ઘરેથી રાજકોટ મારી ઓફીસે કામ અર્થે મારા મોટર સાઈકલ લઈ જતો હતો ત્યારે લોધીડા થી સરધાર વચ્ચે આ ભાવેશભાઈ તથા તેનો ભાઈ વિપુલ ભાઈ બુલેટ મોટર સાઈકલ લઈ આવેલ, મોટર સાઈકલ સાઈડમાં ઉભું રાખેલ. અને આ લોકોએ મને મારી પાસે રૂ.8.50,000ની વ્યાજ સહીત રૂપીયાની માંગણી કરી ઢીકાપાટુનો માર મારવા લાગેલ. ભાવેશભાઈ એ મને પકડી રાખેલ. અને વિપુલભાઈ એ તેના બુલેટમાંથી લોખંડનો પાઈપ કાઢી મારા બન્ને પગમાં લોખંડના પાઈપ મારેલ. તે દરમિયાન મારા પિતા રમેશભાઈ પણ ત્યાં આવી ગયેલ. વચ્ચે પડી મને વધુ મારથી છોડાવેલો હતો. ભાવેશ તથા વિપુલ ત્યાંથી જતા-જતા મને કહેલ કે, મને મારા રૂપીયા નહી આપ તો તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશું. તેમ કહી તેઓ બન્ને તે ના બુલેટ મોટર સાઈકલમાં ત્યાંથી જતા રહેલ. ફરીયાદ મા જણાવ્યું હતું. પોલીસે બંને ભાઈ સામે ગુનો નોંધી ધરપકડ કરવા પીએસઆઇ જે. જી .ઝાલા સહિતના સ્ટાફ દ્વારા દોડધામ આદરી છે.