Abtak Media Google News

હળવદ જીઆઇડીસી માં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં બપોરે બાર વાગ્યા આસપાસ રાબેતા મુજબ મીઠા ની કોથળી ભરવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન કોઈ કારણોસર દીવાલ ધસી પડતા ત્યાં કામ કરતા  ૩૦ જેટલ શ્રમિકો દટાઇ ગયા હતા

Screenshot 2 21

જેને પગલે જેસીબી અને હીટાચી મશીન  દ્વારા કાટમાળ હટાવીને  કાટમાળ હેઠળ દબાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં નવ  મૃતદેહ મળી આવ્યા છે અને અનેકો ઈજાગ્રસ્ત ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ આ ઘટનામાં બાદ  હજુ મૃત્યુઆંક વધવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.