મોરબી: સીરામીક ફેકટરીમાં આગ ભભૂકી, આઠ લોકો ઈજાગ્રસ્ત

મોરબીના રંગપર ગામ પાસે આવેલ સીરામીક ફેકટરીની ભઠ્ઠીમાં ગતરાત્રીના સમયે આગ લાગી હતી. અચાનક આગ ફાટી નીકળતા છ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.

આ બનાવની વિગત મુજબ આ ઘટના મોરબી તાલુકાના રંગપર ગામ નજીકની છે. જ્યાં આબેલ ઇટાકોન ગ્રેનિટો નામની ફેકટરીમાં આવેલ ભઠ્ઠીમાં ગઈકાલે રાત્રે આગ ભભૂકી હતી. કોઈ કારણોસર અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેમાં ભઠ્ઠીની આજુબાજુમાં રહેલ આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ભઠ્ઠીમાં આગમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના નામ

ભાવેશભાઈ મનહરભાઈ વાઘડિયા
તરુણભાઈ ઈશ્વરભાઈ મારવાનીયા,
રવિભાઈ આદ્રોજા,
જીતેન્દ્રભાઈ વામજા,
કેવલભાઈ વરમોરા,
અમરશીભાઈ યાદવ
અરવિંદભાઈ દયારામભાઈ

ઉપરોક્ત નામના લોકોને સામાન્ય દાજી જતા ઇજા પહોંચી હતી જેમાં ત્રણ લોકોને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને અન્ય ઇજાગ્રસ્તોને મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક સૂત્રો મુજબ આ બનાવમાં કોઈ મોટી જાનહાની થવા પામી નથી અને ઇજાગ્રસ્તોને પણ સામાન્ય દાજી ગયા હોય અને ઈજાઓ પહોંચી હોય જેથી તમામ આઠ લોકો પણ હાલ સારવાર હેઠળ છે અને બધા ઇજાગ્રસ્તોની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.