Abtak Media Google News

444 બોટલ દારૂ અને 288 બિયરના ટીનમળી 12.86 લાખનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકાના ભરતનગર ગામની સામે રામદેવ બ્રિજ પાસે ટ્રેઇલરના સાઈડના ટૂલબોક્સ તથા ચોરખાનામાંથી વિદેશી દારૂના મસમોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેવાયો હતો  પ્રાપ્ત વિગત અનુસાર મોરબી તાલુકા પોલીસને ખાનગી રાહે  ચોક્કસ બાતમીના આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના ભરતનગર ગામ સામે રામદેવ બ્રિજ પાસે ટેઈલર રજી. નં. છઉં-19-ૠઉ-5864 માં ચોરખાનામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 444 અને બિયરના ટીન નંગ 288 કિંમત રૂ. 2,86,286 તેમજ હેરફેર કરવા વપરાયેલ ટેઈલર કિંમત રૂ. 10,00,000 મળી કુલ કિ. 12,86,260ના મુદામાલ સાથે આરોપી રામચંદ્ર દલારામ વૈષ્ણવ (નિમ્બલકોટ,રાજસ્થાન)ને પકડી પાડી પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.