મોરબી: સ્પામાં મસાજ કરવાના ગૃહ કલેશથી યુવકનો આપઘાત

ઘરેથી નીકળી ગયા બાદ યુવાને અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવી લીધું

બનાવની જાણવા મળતી વિગત સનુસાર મોરબીના વજેપર શેરી નંબર 11 માં રહેતા જગદીશ ભગવાનજીભાઇ પરમાર જાતે સતવારાનો 18 વર્ષનો પુત્ર લાલજીભાઇ જગદીશભાઇ પરમાર રાત્રે જમીને ઘરેથી નિકળ્યા બાદ ગુમ હતો અને પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. આ દરમ્યાન લાલજીભાઇએ તેના મામાને ફોન કરીને પોતે બોયઝ સ્કુલની પાસે હોવાનું અને મને લેવા આવો તેમ જણાવ્યું હતુ.

તેના પરિવારના સભ્યો તેને લેવા માટે આવ્યો હતા. તે દરમ્યાનમાં લાલજી પરમારે શરીરે ડીઝલ છાંટીને દીવાસળી ચાંપી લેતાં તે ગંભીરપણે દાઝી ગયો હતો. ઘટનાસ્થળે જ તેનું મોત નિપજયુ હતુ બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાલ મૃતદેહને પીએમ માટે ખસેડીને બનાવના કારણ અંગે પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મૃતક યુવાનને સ્પાનો ચસ્કો લાગ્યો હોવાથી અવાર નવાર સ્પામાં જતો હોય જે બાબતે ઘરમાં માથાકૂટ થતી હોય જેથી એક માસ પોતાના ઘરમાં જ રહ્યા બાદ ઘરેથી ચાલ્યા ગયા હતા બાદ આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે આ મામલે પોલિસે ઘટનાનું સત્તાવાર કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે