Abtak Media Google News

પ્રિન્ટ ઇલે. મીડિયાના ન્યુઝ અંગે સતત દેખરેખ રાખશે

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર ચૂંટણી પ્રચાર-પ્રસારના માધ્યમો પર દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની અધ્યક્ષસ્તામાં MCMC તેમજ EMMC કમિટિની રચના કરવામાં આવી છે. આ સમિતિના સભ્ય સચિવ તરીકે સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા કામગીરી સંભાળી રહ્યા છે. મોરબી જિલ્લાની MCMC-EMMC ની પ્રારંભિક બેઠક સમિતિના અધ્યક્ષ,  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જે.બી.પટેલની અધ્યક્ષતામાં કલેકટરની ચેમ્બરમાં મળી હતી.

બેઠકમાં સમિતિના વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ના ઉમેદવારો દ્વારા દૈનિક વર્તમાનપત્ર કે ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અપાતા પેઇડ ન્યૂઝ પર સતત દેખરેખ રાખી અને તેવા સમાચારોને પેઈડ ન્યુઝ ગણી તેનો થતો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવો સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી વીજાણુ માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરવામાં આવતી જાહેરાતોને પ્રમાણિત કરવાની તેમજ મતદાનના દિવસે તથા મતદાનના આગલા દિવસ દરમિયાન માધ્યમોમાં ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત પ્રસારિત થતાં સમાચારો પૈકી અગત્યના બનાવો/આદર્શ આચારસંહિતા ઉલ્લંઘન/ચૂંટણી ખર્ચ તબક્કાવાર અહેવાલ તુરંત જ ચૂંટણીપંચને મોકલવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

ચૂટણીના દિવસે કામદારોને સવેતન રજા આવવી પડશે

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦માં તમામ મતદારો મતદાન કરી શકે તે હેતુથી ઇન્સ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડે. ડાયરેક્ટર દ્વારા કારખાના ધારા ૧૯૪૮ હેઠળ નોંધાયેલા દરેક કારખાનાદાર અને ધ બિલ્ડીંગ એન્ડ અધર ક્ધસટ્રક્શન વર્કસ હેઠળ નોંધાયેલા માલિકોને આગામી ૩જી નવેમ્બરના દિવસે કામદારોને સવેતન રજા આપવા અંગે આદેશ આપવામાં આવ્યો છે.

મોરબી-માળિયા વિધાનસભા મત વિસ્તારમાં આગામી ૦૩જી નવેમ્બરના રોજ ૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન યોજાનાર છે તેથી કારખાનાના અને બાંધકામ સાઇટના શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. તેમ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના ડે. ડાયરેકટર બી.વી. ભારથીએ એક યાદીમાં જણાવાયું છે.

ઉમેદવાર પોતાના વાહનમાં પ૦ હજારથી વધુ રોકડ રાખી શકશે નહીં

મોરબી પેટા ચુંટણીને ધ્યાને લઈને  ખર્ચ ઓબ્ઝર્વર ભરત આર અંધાલે દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ઉમેદવાર ચુંટણીમાં ૨૮ લાખનો ખર્ચ કરી શકશે, ઉમેદવારના વાહનમાં રોકડ હેરફેર તેમજ ખેડૂત અને અન્ય ઉદ્યોગપતિ, વેપારીઓ માટે રોકડ રકમ હેરફેર માટે ૧૦ લાખની મર્યાદા હોવાનું જણાવાયું હતું.

કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ખર્ચ ઓબ્ઝર્વરે જણાવ્યું હતું કે ચુંટણી આચારસંહિતાને ધ્યાને લઈને કોઈપણ ઉમેદવાર પોતાના વાહનમાં ૫૦ હજારથી વધુની રોકડ રકમ લઇ જઈ સકે નહિ તો ખેડૂત, ઉદ્યોગપતિ કે વેપારી ૧૦ લાખથી વધુની રોકડ રકમ લઇ જઈ શકશે નહિ હાલ ખેતીની મોસમ હોય જેથી ખેડૂતો પોતાનો પાક વેચાણ કરતા હોય છે જેથી ખેડૂતોએ વેચેલ માલની રસીદ સાથે રાખવી ફરજીયાત રહેશે જોકે ૧૦ લાખની વધુની રોકડ રકમ કોઇપણ રાખી શકશે નહિ અને મર્યાદા કરતા વધુ રકમ સાથે ઝડપાય તો આઈટી વિભાગ તપાસ કરશે કોઈપણ નાગરિકો પોતાની પાસે રહેલી રોકડ રકમ અંગે હિસાબો રજુ કરવાના રહેશે મોરબીમાં ૬ ફ્લાઈંગ સ્કવોડ અને ૬ સ્ટ્રેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત કરાઈ છે જે ૨૪ * ૭ ચેકિંગ કરશે. તો કોઈપણ નાગિરકને ફરિયાદ કરવી હોય તો સર્કીટ હાઉસ ખાતે ખર્ચ ઓબ્ઝર્વરને કરી શકશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.