Abtak Media Google News

મોરબી : ધો.12 સાયન્સનું મોરબી જિલ્લાનું 93.92 % પરિણામ : 9 છાત્રોને A1 ગ્રેડ

મોરબી જિલ્લાનું કુલ 93.92 % પરિણામ, મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 2708 સાયન્સના છાત્રો નોંધાયા હતા. જેમાંથી 2680 છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2517 છાત્રો પાસ થયા છે. પાસ થયેલા છાત્રો માંથી 9 ને A1 ગ્રેડ

મોરબી જિલ્લામાં કેન્દ્ર વાઈઝ પરિણામ

મોરબી કેન્દ્રનું 92.95 % પરિણામ આવ્યું છે. જેમાં કુલ 1923 છાત્રો નોંધાયા હતા જેમાંથી 1902 એ પરીક્ષા આપી હતી અને તેમાંથી 1768 પાસ થયા છે.

હળવદ કેન્દ્ર નું 97.39 % પરિણામ આવ્યું છે. જેમાં કુલ 502 છાત્રો નોંધાયા હતા જેમાંથી 499 એ પરીક્ષા આપી હતી અને તેમાંથી 486 પાસ થયા છે.

વાંકાનેર કેન્દ્ર નું 94.27 % પરિણામ આવ્યું છે. જેમાં કુલ 283 છાત્રો નોંધાયા હતા જેમાંથી 279 એ પરીક્ષા આપી હતી અને તેમાંથી 263 પાસ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.