- આ*તં*કવાદી કાર્યવાહી દરીયાન તુર્કી અને આઝરબૈજાન દેશોએ પાકિસ્તાની આ*તંકવા*દીઓનું કર્યું હતું સમર્થન
- સિરામિક ઉદ્યોગકારો દ્વારા તુર્કી અને આઝરબૈજાનના દેશો સાથે વ્યાપાર બંધ કરવાની વિચારણા
- ઉદ્યોગકારોની મિટિંગ બોલાવીને આખરી નિર્ણય લેવાશે
પહેલગામ હુ*મ*લાના વળતા જવાબમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં સ્થિત આ*તં*કવાદી કૅમ્પો પર હુ*મ*લો કરી 100 થી વધુ આ*તં*કવાદીઓનો સફાયો કર્યો હતો. ભારત પાકિસ્તાનના તણાવ દરમિયાન બે દેશ તુર્કી અને આઝરબૈજાન પાકિસ્તાનના સમર્થનમાં આવ્યા હતા અને ભારત સામે લડવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે આ બન્ને દેશોએ આ*તં*કવાદીઓને સમર્થન કર્યું હતું. ભારત વિરુદ્ધનું વલણ દર્શાવતા આ બન્ને દેશો વિરુદ્ધ લોકો રોશે ભરાયા છે.
ભારતમાં તુર્કી અને આઝરબૈજાન પર વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. ભારતીયોએ આ બન્ને દેશોમાં ફરવા જવાનું ટાળી અને બહિષ્કાર કર્યો છે. ત્યારે મોરબીનો મહત્વપૂર્ણ સિરામિક ઉદ્યોગ પણ આ દિશામાં આગળ વધ્યો છે. હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગ બન્ને દેશોમાં 100 કરોડ જેટલું એક્સપોર્ટ કરે છે ત્યારે આ બન્ને દેશો ભારત વિરોધી વલણ હોવાને કારણે હવે મોરબીનો સિરામિક ઉદ્યોગ આ બન્ને દેશો સાથે વ્યાપાર બંધ કરવાની વિચારણા કરી રહ્યો છે. અને આ માટે ઉદ્યોગકારોની મિટિંગ બોલાવીને આખરી નિર્ણય લેવામાં આવશે.
અનુસાર માહિતી મુજબ, પહેલગામ હુ*મ*લાના વળતા જવાબમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં સ્થિત આ*તં*કવાદી કૅમ્પો પર હુ*મ*લો કરી 100 થી વધુ આ*તં*કવાદીઓ નો સફાયો કર્યો હતો. ત્યારબાદમાં પાકિસ્તાન દ્વારા આ*તં*કવાદીઓની તરફેણ કરવામાં આવી હતી અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો હતો. જે દરમિયાન બે દેશ તુર્કી અને આજેબૈજાન પાકિસ્તાનના સમર્થનમાં આવ્યા હતા અને ભારત સામે લડવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે આ*તં*કવાદના સફાયો કરવાની જગ્યાએ આ બન્ને દેશો આડકતરી રીતે આ*તં*કવાદીઓને સમર્થન કર્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.
ત્યારે ભારત વિરુદ્ધનું વલણ દર્શાવતા આ બન્ને દેશો વિરુદ્ધ રોષ ફાટી નિકળ્યો છે ભારતમાં તુર્કી અને અજરબેજાન પર વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવ્યા તો સાથે જ ભારતીયો પણ આ બન્ને દેશોમાં ફરવા જવાનું ટાળી અને બહિષ્કાર કર્યો છે. ત્યારે હવે ભારતનો મહત્વપૂર્ણ ઉધ્યોગ સિરામિક ઉદ્યોગ પણ આ દિશામાં આગળ વધ્યો છે.હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગ બન્ને દેશોમાં 100 કરોડ જેટલું એક્સપોર્ટ કરે છે. ત્યારે આ બન્ને દેશો નું ભારત વિરોધી વલણ હોવાને કારણે હવે મોરબીનો સિરામિક ઉદ્યોગ આ બન્ને દેશો સાથે વ્યાપાર બંધ કરવાની વિચારણા કરી રહ્યો છે. અને આ માટે ઉદ્યોગકારોની મિટિંગ બોલાવી ને આખરી નિર્ણય લેવામાં આવશે.
અહેવાલ : ઋષિ મહેતા