ઘણા પડકારો વચ્ચે પણ મોરબી સિરામિક ઝગમગ્યું !!

આફતને અવસરમાં પલટાવી ચાલુ નાણાકીય વર્ષમાં મોરબી સિરામિક ઉદ્યોગ રેકોર્ડ બ્રેક નિકાસ કરશે

કોરોના મહામારી ના કારણે ઉદ્યોગોને માઠી અસર પહોંચી હતી જોકે હવે રિકવરીના માહોલમાં ઉદ્યોગો બમણી ગતિથી વિકાસ કરી રહ્યા છે. ઉદ્યોગોએ આફતને અવસરમાં સારી રીતે ફેરવી છે. આવો જ એક દાખલો મોરબી સિરામિક ઉદ્યોગ માટે જોવા મળ્યો છે. મોરબી સિરામિક ઉદ્યોગ ચાલુ નાણાકીય વર્ષમાં રેકોર્ડ બ્રેક નિકાસ કરે તેવી અપેક્ષાઓ છે.

મોરબી સીરામીક ઉદ્યોગે અફાતને અવસરમાં સારી રીતે ફેરવી છે. આ ઉપરાંત વિશ્વમાં ચાઇના સામે ઉભુ થયેલું વિરોધનું વાવાઝોડુ પણ મોરબી સીરામીક ઉદ્યોગ માટે ફળદાયી નીવડ્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦માં ટાઇલ્સની નિકાસ રૂ.૧૨,૦૦૦ કરોડ હતી. જે ચાલુ નાણાકીય વર્ષમાં વધીને રૂ.૧૨,૨૦૦ી વધી જાય તેવી આશા છે. ચાલુ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં તો નિકાસ રૂ.૯૭૯૭ કરોડ સુધી પહોંચી ગઈ છે.

આ વર્ષે તો કોરોના મહામારીના કારણે નિકાસ માટે માત્ર આઠ મહિના જ મળ્યા હતા. એપ્રિલી મે મહિના દરમિયાન લોકડાઉનના પગલે નિકાસ બંધ હતી. છતાં નિકાસ ટોચના ક્રમે છે. સામાન્ય રીતે દર મહિને સરેરાશ રૂ.૧૨૨૫ કરોડની નિકાસ ચાલુ વર્ષે ગની શકાય. હજુ ૨ મહિના બાકી છે ત્યારે આ સરેરાશ જળવાઈ રહે તો નિકાસ રૂ. ૧૨,૨૦૦ કરોડથી વધી જશે.

વર્તમાન સમયે માંગમાં રિકવરી આવી છે. નવી બજારોમાં નિકાસ વધવા લાગી છે. ચીન સામેનો વિરોધ પણ નિકાસ વધવા પાછળ જવાબદાર છે. ચીન અત્યારે મોરબી સીરામીક ઉદ્યોગનું સૌથી મોટું હરીફ છે. જોકે, મોરબી સીરામીક ઉદ્યોગ ચીનને ખરેખરની ટક્કર આપી રહ્યું છે.

થોડા સમય પહેલા બેહરિન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈના ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ દ્વારા મોરબીના ઉત્પાદનો ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી લાદવામાં આવી હતી. જેનાથી  થયેલુ નુકસાન એન્ટી ચાઇના સેન્ટિમેન્ટી સરભર થયું છે. હજુ અનેક ઓર્ડર પેન્ડિંગ છે. આવતા કેટલાક મહિનામાં નિકાસ ૧૪૦૦૦ કરોડને પણ આંબી શકે છે.

મનમાં ખોટ ન હોય અને નિષ્ઠાથી કામ કરો: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખનો મેનેજમેન્ટ મંત્ર

મોરબી સિરામિક ઉદ્યોગના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વિકાસની ઘણી શક્યતા છે, જોકે ગેસ, સોલાર, વીજળી અને પીવાના પાણી સહિતના પડકારોના ઉકેલ લાવવા જરૂરી છે તેવું આજરોજ અબતક સોની ટેલિફોનિક વાતચીત દરમિયાન મોરબી સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ કેજી કુંડારીયા દ્વારા જણાવાયું હતું. તેમણે કહ્યું હતું કે, સરકારના સાહસ ગુજરાત ગેસ દ્વારા મોનોપોલી- દાદાગીરી આચરવામાં આવે છે. ગુજરાત ગેસનો ૮૦ ટકા માલ મોરબી સિરામિક ઉદ્યોગ વાપરે છે. ગેસ કંપની દ્વારા નફાખોરી કરવામાં આવી રહી છે.આ ઉપરાંત સોલાર વીજળીમાં પણ પોલીસી ખરાબ છે. ચાર્જ વધારે છે. મોરબી સિરામિક ઉદ્યોગ એનર્જી એફિશિયન્ટ ઉદ્યોગ છે. વીજળીની જરૂર વધુ રહે છે. જોકે પોલીસી ખરાબ હોવાી વેપારીઓના હામાં કંઈ આવતું નથી.

સોલાર પોલીસી ઘડતર સમયે ઉદ્યોગકારોને વિશ્વાસમાં લેવા જોઈએ. આ ઉપરાંત પીપળી અને હળવદ રોળ પણ ડબલ ટ્રેક, સિમેન્ટના કરવા જોઈએ. તેમણે મેનેજમેન્ટ બાબતે કહ્યું હતું કે, મોરબીના ઉદ્યોગકારોએ આપ બળે જ કાઠું કાઢ્યું છે. સરકારે કંઈ કર્યું નથી. મેનેજમેન્ટનું એક સૂત્ર છે, તમારા મનમાં ખોટ ન હોય અને નિષ્ઠાથી કામ કરો તો સફળતા હાંસલ થાય છે. શ્રમિકો ભાગીદારો કે ગ્રાહકોના હકનું ક્યારેય લેવું જોઈએ નહીં. તમામનું ધ્યાન રાખવું જોઈએ. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સબસીડી આપવામાં આવી નથી. અધૂરામાં પૂરું તેઓ સબસીડી બંધ કરવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં એક્સપોર્ટ સબસીડી પાંચ ટકા સુધી વધારવી જોઈએ. માત્ર વાતો કરવાથી આત્મનિર્ભર બની શકાય નહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલીસી સહિતની બાબતે ઘણું કરવાનું ઘટે છે.

Loading...