Abtak Media Google News

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન ધરણા યોજી રાહુલ ગાંધીની ઇડી દ્વારા કલાકો સુધી પૂછપરછ થવા મામલે મોરબી જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદન પાઠવવામાં આવ્યું હતું.છેલ્લા કેટલાક દિવસોથી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રાહુલ ગાંધીને રોજ બોલાવીને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે જે સંપૂર્ણ ગેરબંધારણીય છે અને માત્ર અને માત્ર આક્ષેપો ના આધારે અને કેન્દ્ર સરકાર ના ઈશારે રાજકિય કિન્નાખોરી રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દિલ્હી સ્થિત કોંગ્રેસ ના કાર્યાલય પર કોંગ્રેસ ના સંસદ સભ્યો સહિતના કાર્યકર્તાઓ પર પોલીસે મથક માં બળપૂર્વક પ્રવેશ કરીને કોંગ્રેસ ના કાર્યકર્તાઓને બેરહેમીથી માર મારીને પોલીસ દ્વારા કાયદો હાથ માં લેવામાં આવ્યો હતો અને બિન લોકશાહી ઢબ નું વર્તન કર્યું હતું જે બાબતો ને અનુસંધાને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે મૌન ધરણા યોજીને  આ લોકશાહી દેશ સુશાસન રીતે ચાલે અને બંધારણ માં મળેલા અધિકારો નું સ્વતંત્ર રીતે પાલન થઈ શકે તે માટે જરૂરી પગલાં લેવા માંગ કરતું આવેદન પાઠવવમાં આવ્યું હતુ.વધુમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વધતા જતા ચોરીના બનાવોને ડામવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવા સહિતની કામગીરી વધારવા માટે અને ચોરીના બનાવો અટકાવવા માટે જરૂરી પગલાં લેવા મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન આપી માંગણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.