Abtak Media Google News

મોરબી જીલ્લા પંચાયતમાં આગામી વર્ષ માટેના બજેટને જી.પ.ની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર રાખવામા આવ્યું છે. અને આ સામાન્ય સભામાં અમુક સભ્યોએ પોતાને બાંધકામ વિભાગની માહિતી મળતી નથી તેવી ફરિયાદ ચાલુ રાખતા થોડી તડાફડી બોલી હતી તો જીલ્લા પંચાયતમાં સ્ટાફની ઘટ અંગે પ્રશ્ર્નો પૂછાયા હતા તે આગામી ત્રણ મસમાં સ્ટાફની ભરતી થઈ જશે તેવું ડી.ડી.ઓ સુનિલ કુમારે કહ્યું હતુ તે અધ્યક્ષ સ્થાને બેઠેલા પ્રમુખ સોનલબેન જાકાસણીયાએ સુચના આપતા જણાવ્યું ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંતોષકારક જવાબ નહી આપવામાં આવે તો લેખીત ખૂલાસો પૂછવામા આવશે તેવું જણાવેલ.

આ સામાન્ય સભામાં કારોબારી સમિતિએ તૈયાર કરેલ બજેયમાં સુધારો કર્યો હતો.જેમાં આપતી માટે કોઈ રકમ ફાળવવાની હતી

ગઈ જોગવાઈ કરેલી નહોય સુધારો કરી કુદરતી આપતી માટે રૂ 40  લાખની ફાળવણી કરવા જણાવાયું હતુ આજ રીતે સમાજ કલ્યાણ માટે રૂ 50  લાખ ફાળવ્યા હતા તેમાં વધારો કરીને  લાખ કરવામાં આવ્યા હતા આ સુધારા સાથે બજેટમાં ૨.૯૫ કરોડની પુરાંત રજુ કરવામાં આવી હતી આ સભામાં સિંચાઈને લગતા અને પાક વીમો જેવો કૃષિને લગતા પ્રશ્ર્નો પુછાયા હતા જેને દર્વે સભ્યોએ આવકાર્યા હતા. અને ખેડુતોનો પ્રશ્ર્ન હોય ખેડુતોને લાભ થાય તેની બાબતમા કોઈ અધિકારી કે કર્મચારી એ નુકશાન ન થાય તેવી તકેદારી રાખવી તેવી ટકોર કરવામાં આવી હતી. ત્યારે જીલ્લા પંચાયત હેઠળ ચાલતા વિકાસના કામોમાં જેના કાર્યક્રમોમાં તેની ગુણવતા અને જથ્થો જળવાઈ રહે તેવા કામોને પ્રાધાન્ય આપીને જ‚ર પડયે લાગતા વળગતાને રજુઆત કરવી અને લોકોનો સંપર્ક કરી તેમને સાથે રાખવા જેથી કોઈ લોક ફરિયાદ ઉઠવા ન પામે એકંદરે આ બજેટ બેઠક હોય ૨.૯૫ કરોડની પૂરાંત વાળુ બજેટ સર્વાનુમતે પસાર કરી દેવાયું હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.