- માળીયા હળવદ હાઈવે પર બોલેરો પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
- હીરાભાઈ કુડેચા અને લક્ષ્મી કુડેચાના મો*ત તેમજ 10 લોકો ઇજાગ્રસ્ત
- ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી મારી ગઈ
- માળીયા મિયાણા પોલીસ મથકમાં બોલેરો ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ ગુન્હો નોંધાયો
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થયો છે. ત્યારે બીજી તરફ આ પ્રકારના અકસ્માતમાં સંખ્યાબંધ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવી જ એક ગોઝારી ઘટના મોરબીના માળીયા હળવદ હાઈવે પર સર્જાઈ છે. રાજ્યમાં ફરી એકવાર મોટો ગોઝારો અકસ્માત થયો છે. મોરબી જિલ્લાના માળીયા હળવદ હાઈવે પર બોલેરો પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે એટલે કે (17મી એપ્રિલ) મોરબીના માળિયા માળીયા હળવદ હાઈવે પર અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીકઅપ પલટી જતા હીરાભાઈ કુડેચા અને લક્ષ્મી કુડેચાના મો*ત નીપજ્યું છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, માળિયાના અણિયાળી ટોલનાકા નજીક બોલેરો પલટી જવાની ઘટના સામે આવી છે. બોલેરોમાં ધાંગધ્રાનો 22 લોકોનો પરિવાર કચ્છમાં કબરાઉ અને અંજાર ગામે દર્શનાર્થે ગયો હતો. તેમજ દર્શન કરી પરત ફરતી વેળાએ અણિયારિ ટોલનાકા નજીક ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બોલેરો પલટી મારી ગઈ હતી. હાલ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત માળીયા મિયાણા પોલીસ મથકમાં બોલેરો ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.