Abtak Media Google News

મોરબી જિલ્લામાં દિવસે ને દિવસે આવારા તત્વોનો આતંક વધતો જઇ રહ્યો છે. જેને લઈ પોલીસ તંત્ર પણ આવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગત તા. 31 ઓગસ્ટના રોજ એક યુવક પર બે ઈસમોએ ઘાતકી હુમલો કર્યો હતો, જેને કારણે યુવકને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મોરબીના નાની વાવડી ગામે વાવડી ચોકડી મહાદેવ મંદીર પાસે સંજય માણસુરભાઈ ગજીયા નામના યુવક પર હુમલો થયો છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, સંજયને જીલુ નાથાભાઈ વાંક તથા સંજય રાજાભાઈ ડાંગર નામના શખ્સો દ્વારા ગત.31 ઓગસ્ટના રોજ રાતના 8 વાગ્યાના અરસામાં વાચ રસ્તે રોકી અને માર માર્યો હતો.

જેમાં જીલુએ ફરિયાદીને કુહાડીથી માથામાં એક ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ સંજયે ફરિયાદીને શરીરે મુંઢ ઈજાઓ કરી બંને આરોપીઓએ ફરિયાદીને અપશબ્દો બોલી અપમાનિત કર્યો હતો. ત્યારે યુવકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.