Abtak Media Google News

અબતક, ઋષિ મહેતા, મોરબી

મોરબી શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી બનેલી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તારીખ 8 સપ્ટેમ્બર 2022 ના રોજ ઇન્ડિયન લાયનસ  ક્લબના ચીફ પેટર્ન ઈલા હિતેશભાઈ પંડ્યા સાહેબના જન્મદિવસ નિમિત્તે આ દિવસને સમગ્ર ગુજરાતમાં આવેલી ઇન્ડિયન લાયન્સની 78 થી વધારે કલબો સાક્ષરતા દિવસ તરીકે ઉજવશે . મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબે ધોરણ 7,8 અને 9 ના આર્થિક રીતે નબળા બાળકોને કોમ્પ્યુટરનો ત્રિપલ સી ભભભ કોર્સ ફ્રી માં કરાવવામાં આવશે.

ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા સુજતન કોમ્પ્યુટર કલાસના સંચાલક ઇ.લા હીનાબેન પરમાર દ્વારા સુજતન કોમ્પ્યુટર ક્લાસ તરફથી તમામ વ્યવસ્થાઓ કરી આપવાની જાહેરાત કરી છે .વિવિધ શાળાઓમાંથી જે બાળકો ટેલેન્ટેડ હોય પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે કોમ્પ્યુટરની ફી ન ભરી શકતા હોય તેવા જુદી જુદી શાળાના કુલ 51 વિદ્યાર્થીઓની ફી નો ખર્ચ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં સાથ સહકાર આપવા માટે સુજતન કોમ્પ્યુટર ક્લાસ નો સમગ્ર ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટના મુખ્ય દાતા દુબઈ સ્થિત નરેશભાઈ મેપાણી છે . સમગ્ર મોરબીમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટનો લાભ મળે તે માટે તારીખ 8 પહેલા જે તે શિક્ષકોએ 99793 29837- શોભનાબા ઝાલા નો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.