મોરબી: હળવદમાં દારૂ પીધા બાદ શ્રમિકનું મોત

બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચક્ચાર મચાવ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર લોકો રોષે ભરાયા છે ત્યારે મોરબીમાં દારૂ પીધા બાદ શ્રમિકનું મોત થયાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ આ ઘટના મોરબી જીલ્લાના હળવદ તાલુકાની છે. હળવદમાં પણ દારૂ પીધા બાદ શ્રમિકનું મોત થતા ચકચાર મચી જવા પામેલ છે. આ બનાવ મામલે પોલીસે તપાસ હાથ ધરેલ છે.

જગદીશભાઇ ભગાભાઇ વણકરનું મોત થયું છે. તેઓની ઉંમર ૪૦ વર્ષ છે. તેઓ છોટાઉદેપુરના રહેવાસી છે. હાલ હળવદના મેરુપર ગામે ખેતમજૂરી કરતા હતા. ગઈ કાલે મેરૂપર ગામમાથી દારૂ પીધેલ હાલતમા વાડીએ ગયેલા હતા. જે તા.૨૬/૦૭/૨૦૨૨ ના રોજ મરણ જતા હળવદ પોલીસે આ બનાવની તપાસ હાથ ધરેલ છે. મોરબી જિલ્લામાં દારૂ પીવાથી હાલ એકનું મોત થતા ચકચાર મચી ગયેલ છે.