Abtak Media Google News

માળીયા (મી.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેવ સોલ્ટ સામેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી સ્કોર્પિયો કાર પકડી હતી જેમાંથી વિદેશી દારૂની ૧૮૦ નંગ બોટલ સાથે એક વ્યક્તિન કુલ રૂ. ૬,૭૧,૫૦૦/- નાં મુદ્દામાલ સાથે એલસીબી ટીમે ધરપકડ કરી છે

મોરબી જીલ્લાના ઈન્ચાર્જ એસપી રાધિકા ભારાઈની સુચના મુજબ એલસીબી પીઆઈ પીએસઆઇ એન. બી. ડાભી, એલસીબી ના દશરથસિંહ પરમાર તથા નીરવભાઈ મકવાણાને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે કચ્છના સામખીયાળી તરફથી એક સફેદ કલરની સ્કોર્પિયો કાર નં. ૠઉં-૦૩-કખ-૭૨૦૧ વાળી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે જેના આધારે માળીયા (મી.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કચ્છ હાઇવે પર દેવ સોલ્ટ સામે રોડ પર રોકી તલાસી લેતા વિદેશી દારૂની બોટલો મેગ્ડોવેલ્સ સુપ્રિરીયર વ્હીસ્કીની બોટલો નંગ ૧૮૦ કિં.રૂ. ૬૭,૫૦૦/- તથા સ્કોર્પિયો કાર કિં.રૂ. ૬,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ ૩ કિં.રૂ. ૪૦૦૦/- મળી કુલ રૂ. ૬,૭૧,૫૦૦/- નાં મુદ્દામાલ સાથે આરોપી નિલેશ ભગવાનજીભાઈ સોલંકી ઉ.વ.૩૧, રહે. હાલ આદિપુર,કચ્છ ૬-એ, જુમાપીર ફાટકની પાછળ, તા. આદિપુર જી. ગાંધીધામ, મુળ રહે. સુરેન્દ્રનગર, દાળમીલ રોડ, સનરાઈઝ પાર્ક, મકાન નં. ૮ વાળાને પકડી પાડી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર એમ ત્રણેય ઈસમો વિરુદ્ધ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે

આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, એલસીબી પીએસઆઇ એન. બી. ડાભી, પો.કોન્સ. દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કાણોતરા, પો.કોન્સ. દશરથસિંહ પરમાર, નીરવભાઈ મકવાણા, આશીફભાઈ ચાણક્યા, રણવીરસિંહ જાડેજા સહિતનાઓ જોડાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.