Abtak Media Google News

અબતક, ઋષિ મહેતા

મોરબી

મોરબી એલસીબી સ્ટાફે ઘુંટુ ગામના બસ સ્ટેશન પાસેથી સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂની 44 બોટલોના જથ્થા સાથે બે આરોપીને દબોચી લીધા હતા પોલીસે કાર સહિત 2.26 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ તરફથી મારૂતિ સુજુકી કંપનીની સ્વીફ્ટ કાર નં. જીજે-12-ડીએ-4153 માં વિદેશી દારૂનો જથ્થો ભરી આરોપીઓ મોરબી તરફ આવતા હોવાની મોરબી એલસીબી સ્ટાફને બાતમી મળતા પોલીસ સ્ટાફ તાત્કાલિક મોરબીના ઘુટુ ગામે દોડી ગયો હતો જ્યાં બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં  કાર આવતા તેને રોકી તલાસી લીધી હતી જેમાં પાછળની શીટ નીચે બનાવેલ ચોરખાનામાં અંગ્રેજી દારૂની બોટલો નંગ -44 કિં.રૂ.26,600/- નો જથ્થો ઝડપાયો હતો. જેથી પોલીસે કાર ચાલક રવિરાજસિંહ દાદુભા જાડેજા તથા અન્ય એક ઈસમ ચનુભા લક્ષ્મણસિંહ વાધેલાને રૂ.2,26,600/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.