Abtak Media Google News

મોરબીમાં શકતશનાળામાં સ્કોડાકારમાં જાહેરમાં હાલ ચાલી રહેલી ટી-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને રોકડા, મોબાઇલ ફોન અને લેપટોપ તથા કાર મળી કુલ રૂપિયા 4,67,000 ના મુદામાલ સાથે એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યા હતા તો અન્ય ચારના નામ ખુલતા તેને ઝડપવા માટેની કાર્યવાહી શરૂ કરી છે

બનાવની મળતી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા ની સૂચનાથી એલ.સી.બી.ના પી.આઇ. વી.બી.જાડેજા તાજેતરમાં ચાલતી ટી-20 ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટે રમી રમાડતા શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ મૈયડ, તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા વોચમાં હતા તે દરમ્યાન મળેલ હકીકત આધારે શકત શનાળા થી સજજનપર ધુનડા જવાના રસ્તા ઉપર વિજય ઉર્ફે વિજલો રાજેશભાઇ લુહાણા તેના મળતીયાઓ સાથે મોબાઇલ ફોન દ્વારા સ્કોડા કાર નંબર GJ,01 KR 0029 વાળીમાં આવી શકત શનાળા આજુબાજુ રોડ સાઇડમાં કાર પાર્ક કરી તેમજ ચાલુ ગાડીમાં તાજેતરમાં ચાલતી IPL ટી-20 ક્રિકેટ મેચનુ મોબાઇલ ફોનમાં જીવંત પ્રસારણ જોઈ મોબાઇલ ફોનથી અન્ય ગ્રાહકો સાથે સંપર્ક કરી ક્રિકેટ મેચ ઉપર પોતાના કિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડતો હોય જેથી RCB  અને SRH ટી-20 ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમતા 1 વિજયભાઇ રાજેશભાઇ વિઠલાણી રહે. હાલ રાજકોટ રૈયા રોડ 2 દીલિપભાઇ ઉર્ફે દીપ વીસુભાઇ ધાંધલ કાઠી રહે. રાજકોટ, સંતકબીર રોડ અને હરીશભાઇ ઉર્ફે મુન્નો માધવજીભાઇ તન્નાલુ વાણા રહે. જુનાગઢ કુલ ત્રણ શખ્સોને મોબાઇલ ફોન 3, લેપટોપ રોકડા રૂપીયા, કાર સહીત કુલ રૂપિયા 4,67,000 ના મુદામાલ સાથે ઝડપી આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે

જ્યારે આ જુગારમાં અન્ય ચાર શખ્સોના નામ ખુલ્યાં હતા જેમાં 1. જાવેદ ઉર્ફે જાવલો ઇકબાલભાઇ પાયક રહે. આસ્વાદપાન વાળી શેરી મહેન્દ્રપરા મોરબી 2. કાનો પ્રિયદર્શભાઇ ઠાકર રહે,મોરબી 3. મનીશભાઇ ઉર્ફે સ્વામી કઠોળ રહે. રાજકોટ અને 4. માલદે રમેશભાઇ ચાવડા રહે. મોરબી ખોડીયારનગર વાળના નામ ખુલતા તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.